તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
અમદાવાદમાં પાર્કિંગ ચાર્જ 4 ગણા વધારશે AMC!, જાણી લો ટુ કે ફોર વ્હીલર માલિકને કેટલા રૂપિયા ચૂકવવા પડશે
ટુ-વ્હીલર માટે હાલના 5 ને બદલે 20 રૂપિયા અને કાર માટે 15 ને બદલે 40 રૂપિયા સુધી વસૂલાશે, સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાકી - દરોમાં GST સામેલ

અમદાવાદ તા.૧૦ : શહેરમાં ટ્રાફિક અને આડેધડ પાર્કિંગની સમસ્યા વચ્ચે AMC એ પાર્કિંગ ચાર્જમાં 4 ગણા સુધીના વધારાની તૈયારી કરી છે. નવા પ્રસ્તાવિત દર હાલ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી માટે મોકલાયા છે, મંજૂરી મળ્યા બાદ લાગુ થશે.
પ્રસ્તાવ મુજબ દરોમાં સૌથી મોટો વધારો સેન્ટ્રલ, વેસ્ટ, નોર્થ-વેસ્ટ અને સાઉથ-વેસ્ટ ઝોનના ઓન-સ્ટ્રીટ અને અંડરબ્રિજ પાર્કિંગમાં થશે.
મુખ્ય ઝોન (CZ, NWZ, SWZ, WZ) માં નવા દર
- 0-1 કલાક: ટુ-વ્હીલર - હાલ 5 રૂ. → નવો 15 રૂ., કાર - હાલ 15 રૂ. → નવો 30 રૂ.
- 1-3 કલાક: ટુ-વ્હીલર - હાલ 8 રૂ. → નવો 30 રૂ., કાર - હાલ 23 રૂ. → નવો 60 રૂ.
- 3-6 કલાક:ટુ-વ્હીલર - 17 → 45 રૂ., કાર - 47 → 100 રૂ.
- 12-24 કલાક: ટુ-વ્હીલર - 47 → 80 રૂ., કાર - 119 → 200 રૂ.
મલ્ટિલેવલ અને ઓફ-સ્ટ્રીટ પાર્કિંગ (તમામ ઝોન) માં
- 0-1 કલાક: ટુ-વ્હીલર 5 → 10 રૂ., કાર 15 → 20 રૂ.
- 1-3 કલાક: ટુ-વ્હીલર 8 → 20 રૂ., કાર 23 → 40 રૂ.
- 6-12 કલાક: કાર માટે 77 → 120 રૂ.
પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોનના ઓન-સ્ટ્રીટ પાર્કિંગમાં પણ 1-3 કલાક માટે ટુ-વ્હીલરનો ચાર્જ 8થી વધીને 20 રૂ. અને કારનો 23થી વધીને 40 રૂ. કરવાનો પ્રસ્તાવ છે. થ્રી-વ્હીલર માટે 0-1 કલાકે 15-20 રૂ. અને હેવી વ્હીકલ માટે 75ને બદલે 100-125 રૂ. પ્રતિ કલાક વસૂલાશે.
AMC નું કહેવું છે કે વધેલા દરથી લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ અને મેટ્રોના 'પાર્ક એન્ડ રાઈડ' નો વધુ ઉપયોગ કરે અને રોડ પર લાંબા સમય સુધી વાહન પાર્ક કરવાની વૃત્તિ ઘટે.
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
