<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

નવસારીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એક્શન મોડમાં: નીચાળવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર શરૂ

સિનિયર સિટીઝન અને ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવાની કામગીરી શરૂ કરાઈ; બોટ, સ્વયંસેવકો, મેડિકલ ટીમ અને SDRFની ટીમો તૈનાત

નવસારી જિલ્લામાં આવતીકાલે બપોરે 1 વાગ્યા બાદ ભારે વરસાદ અને તેજ પવનની શક્યતાને પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મેયર અને ઉચ્ચ અધિકારીઓની ઈમરજન્સી બેઠકમાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા આયોજન કરાયું હતું. સિનિયર સિટીઝન અને ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે, જ્યારે બોટ, સ્વયંસેવકો, મેડિકલ ટીમ અને SDRFની ટીમો તૈનાત રાખવામાં આવી છે.

 

(11:04 PM IST)