તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિકાસના મોટા દાવાઓ વચ્ચે સ્થાનિક લોકો હજુ પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત : નિરંજન વસાવા AAP
નર્મદા જિલ્લાની જનતાએ ભાજપના 30 વર્ષના શાસન સામે મત આપીને પરિવર્તન તરફ વિશ્વાસ વ્યક્ત કર્યો :તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મળેલા પરિણામોએ બતાવ્યું કે હવે જનતા ભાજપથી કંટાળી ગઈ છે : નિરંજન વસાવા AAP

( ભરત શાહ દ્વારા ) નર્મદા: આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાની જનતાએઅમને લાખો મત આપી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જીતાડ્યા છે, તે બદલ અમે તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને નર્મદા તથા ડેડિયાપાડામાં ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, ડેપ્યુટી સીએમ, મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન સુધીના મોટા નેતાઓએ આવી અનેક યોજનાઓ અને કરોડો રૂપિયાના પ્રોજેક્ટોનીજાહેરાતો કરી, છતાં આજે નર્મદા જિલ્લાની જનતા જાગી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીને જાકારો આપ્યો છે. છેલ્લા 30-35 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં આજે પણ નર્મદા ડેમનાવિસ્થાપિતોને યોગ્ય ન્યાય મળ્યો નથી, કેનાલનું પાણી લોકોને મળતું નથી, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રોજેક્ટોમાં સ્થાનિક લોકોને રોજગાર મળતો નથી અને જમીન ગુમાવનાર લોકોને યોગ્ય વળતર પણ આપવામાં આવ્યું નથી. આરોગ્ય ક્ષેત્રમાં પૂરતા ડોક્ટરો અને સાધનો નથી, શિક્ષણમાં શિક્ષકોની અછત છે, એક જ શિક્ષકથી શાળાઓ ચાલી રહી છે, બાળકોને યોગ્ય ભોજન મળતું નથી અને કુપોષણની સમસ્યા યથાવત છે. જંગલ જમીન ખેડતા ખેડૂતોને હજુ સુધી જમીનના હક મળ્યા નથી અને બેરોજગારી પણ મોટા પ્રમાણમાં વધી રહી છે.
AAP નેતા નિરંજન વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે દાહોદ, છોટાઉદેપુર, કવાંટ, કદવાલ, નસવાડી, વ્યારા, ઉમરપાડા અને નેત્રંગ જેવા વિસ્તારોમાં પણ જનતાએ ભાજપ સામે મત આપ્યો છે અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતોમાં પરિવર્તન લાવી રહી છે. આ પરિણામોથી ભાજપના નેતાઓ ગભરાઈ ગયા છે અને સાંસદ મનસુખ વસાવા સહિતના નેતાઓ દ્વારા ચૈતર વસાવા અને નિરંજન વસાવાને વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ભાજપના જિલ્લા પ્રમુખ નીલ રાવ, હિતેશ વસાવા અને પ્રભારી અર્જુનભાઈ ચૌધરી પણ વ્યક્તિગત આક્ષેપો કરી રહ્યા છે. જો ભાજપે ખરેખર વિકાસલક્ષી અને જનહિતના કામો કર્યા હોત તો આજે પ્રજા તેમની સાથે ઉભી હોત, પરંતુ હવે જનતા ભાજપ અને તેના નેતાઓને સારી રીતે ઓળખી ગઈ છે. નર્મદા સહિત સમગ્ર વિસ્તારમાં ભાજપની સફાઈ થવી એ જ દર્શાવે છે કે જનતા હવે જાગૃત થઈ ગઈ છે. અમે કોઈ વ્યક્તિગત દ્વેષ કે જૂથવાદમાં માનતા નથી. જનતાએ અમને આશા અને વિશ્વાસ સાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં મોકલ્યા છે, તેથી આવનાર સમયમાં પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કામો ખૂબ સારી રીતે કરી જનતાની આશાઓ પર ખરા ઉતરવાનો પ્રયાસ કરીશું.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
