તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
સુરત જિલ્લામાં વર્ષ 2023થી વોન્ટેડને દિલ્હીમાં છુપાયેલો અમિતસિંહ ચૌહાણ દેલાડ ચાર રસ્તા પાસેથી ઓલપાડ પોલીસે પકડ્યો
ગુનો કર્યા બાદ તે દિલ્હી ભાગી ગયો હતો અને આજે સાયણ ખાતે તેના મિત્રને મળવા માટે આવ્યો હતો.

ગુજરાત રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત ઓલપાડ પોલીસે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. વર્ષ 2023થી ઓલપાડ પોલીસ મથકમાં નોંધાયેલા ગંભીર ગુનામાં પોલીસને થાપ આપી દિલ્હી છુપાયેલો આરોપી અમિતસિંહ ચૌહાણ દેલાડ ચાર રસ્તા પાસેથી પકડાયો છે.
પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાની સૂચનાથી મિલકત અને શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત ઓલપાડ પી.આઈ. સી.આર. જાદવની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા તપાસ તેજ કરી હતી.
પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અશોકભાઇ ગણપતભાઇ, જગદીશભાઇ ઠાકોરભાઇ અને મુકેશભાઇ જેરામભાઇને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, ઓલપાડ પોલીસ મથકના વર્ષ 2023ના ઇ.પી.કો કલમ 324, 323 સહિતના ગુનામાં વોન્ટેડ આરોપી અમિતસિંહ હકીમસિંહ ચૌહાણ દેલાડ ચાર રસ્તા પાસે ઉભો હતો. આ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
પકડાયેલ આરોપી અમિતસિંહ ચૌહાણ (ઉંમર 32) મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને હાલ દિલ્હીમાં રહેતો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે, ગુનો કર્યા બાદ તે દિલ્હી ભાગી ગયો હતો અને આજે સાયણ ખાતે તેના મિત્રને મળવા માટે આવ્યો હતો.
ઝડપાયેલા આરોપી અમિતસિંહ ચૌહાણનો ગુનાહિત ઇતિહાસ છે. તેની સામે અગાઉ સુરત શહેર મહિલા પોલીસ સ્ટેશનમાં દહેજ પ્રતિબંધક ધારા અને અન્ય કલમો હેઠળ પણ ગુનો નોંધાયેલ છે. હાલ ઓલપાડ પોલીસે તેની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
