<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

ચિત્રોલ ગામની કેનાલ પાસે આમલેથા પોલીસે એક્ટિવા પર દારૂ લઇ જતો મુદામાલ જપ્ત કર્યો, આરોપી ફરાર

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લના નાંદોદ તાલુકામાં આવેલા ચિત્રોલ ગામની કેનાલ પાસે આમલેથા પોલીસે એક્ટિવા પર દારૂ લઇ જતો મુદામાલ જપ્ત કર્યો, જોકે આ ઘટના મા આરોપી ફરાર થયો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ એ.એસ.આઈ.બાબુભાઇ બચુભાઈ બ.નં.૬૯૦ નોકરી આમલેથા પોલીસ સ્ટેશન તા.નાદોદ જી. નર્મદા નાઓએ આપેલ ફરિયાદ પ્રમાણે આરોપી કાળા કલરની એક્ટીવાના નં.GJ-22-AA-9474 ના ચાલક પોતાન કબ્જાની એક્ટીવાના આગળના ભાગે અલગ અલગ કાળા ઝભલામાં ગે.કા.વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂના પ્લા.ના ક્વાટરીયા કુલ નંગ.૨૩૪ ની કુલ કિં.રૂા.૪૪,૯૨૮/- તથા કાળા કલરની એક્ટીવાના ની કિ.રૂા.૭૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂા. ૧,૧૪,૯૨૮/- નો મુદ્દામાલ રાખી સ્થળ ઉપરથી નાશી જઇ ગુનો કર્યા હાય આમલેથા પોલીસે દારૂનો મુદામાલ જપ્ત કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

(1:02 AM IST)