<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

તરોપા ગામમાથી રૂ.૧૧,૪૦૦ નો જુગાર ઝડપી પાડતી આમલેથા પોલીસ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક નર્મદા નાઓએ પ્રોહી જુગાર કેશો કરવા સુચના આપેલ જે અનુસંધાને આર.બી.દેવધા નાયબ પોલીસ અધિક્ષક, રાજપીપલા ડીવિઝન, રાજપીપલાનાઓના માર્ગદર્શન હેઠળ આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં  એન.આર.ગોહેલ પોલીસ ઇન્સ્પેકટર તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં હાજર હતા તે દરમ્યાન એ.એસ.આઇ.બાબુભાઈ બચુભાઈ બ.નં.૬૯૦ નાઓને બાતમીદારથી બાતમી મળેલ કે તરોપા ગામે ચર્ચની બાજુમાં ઝાડી જંગલમાં લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ગંજી પત્તાપાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે જેથી ઉપરોક્ત જગ્યાએ રેઈડ કરતા એક શખ્સ નામે
નવનીતભાઈ જેઠાભાઈ વસાવા ( રહે.તરોપા ટેકરા ફળીયુ તા.નાદોદ જી.નર્મદા )સ્થળ ઉપર પકડાઇ ગયેલ અને બીજા ઇસમો શેરડીના ખેતર તથા કોતર બાજુ અલગ-અલગ દીશામાં નાશી ગયેલા જે પકડાયેલ આરોપીની અંગ ઝડતીના રોકડા રૂ.૪૨૦૦/- તથા દાવ પરથી મળેલ રોકડા રૂ.૭૨૦૦/- મળી કુલ કિ.રૂ.૧૧,૪૦૦/- સાથે પકડી પાડી આમલેથા પોલીસ સ્ટેશન મા ગુનો દાખલ કર્યો છે.

(10:34 PM IST)