<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

અમદાવાદમાં AMTC ના બસ સ્ટોપ બનશે હાઈટેક :વાયરલેસ ચાર્જિંગ ,અત્યાધુનિક ડિસ્પ્લે બોર્ડ સહિતની મળશે સુવિધા

પ્રથમ તબક્કામાં શહેરના વ્યસ્ત વિસ્તારોમાં 10 સ્માર્ટ બસ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવશે

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. હવે શહેરના સામાન્ય બસ સ્ટેન્ડ હવે 'સ્માર્ટ બસ સ્ટેન્ડ' તરીકે ઓળખાશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને જાહેર પરિવહનમાં વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવાનો છે.

નવા બનનારા આ સ્માર્ટ બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે આધુનિક વેઈટિંગ એરિયા તૈયાર કરવામાં આવશે, જેથી ગરમી કે વરસાદમાં મુસાફરોને રાહ જોવામાં સરળતા રહે. આ ઉપરાંત, બસના આગમન અને સમયની સચોટ માહિતી આપવા માટે અત્યાધુનિક ડિસ્પ્લે બોર્ડ મૂકવામાં આવશે. આજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દરેક સ્ટેશન પર વાયરલેસ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

AMC દ્વારા આ પ્રોજેક્ટને તબક્કાવાર રીતે અમલમાં મૂકવામાં આવશે. પ્રથમ તબક્કામાં શહેરના વ્યસ્ત વિસ્તારોમાં 10 સ્માર્ટ બસ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટની સફળતા બાદ, અમદાવાદના કુલ 800 જેટલા બસ સ્ટેન્ડને આગામી સમયમાં સ્માર્ટ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદને સાચા અર્થમાં સ્માર્ટ સિટી બનાવવા તરફનું આ એક મહત્વનું કદમ છે. આ આધુનિક સુવિધાઓથી મુસાફરોનો મુસાફરીનો અનુભવ વધુ સુખદ અને સરળ બનશે.

(12:44 AM IST)