તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
સુરતથી દર્શનાર્થે પોઇચા નીલકંઠ ધામ જતા પરિવારને શિનોરના બાવરિયા ગામ અકસ્માત નડ્યો : કાર બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ:એક વ્યક્તિનું મોત
શિનોર પોલીસ અને 108 ટીમ સ્થળે પહોંચી. ઘાયલોને મોટા ફોફળિયા હોસ્પિટલ ખસેડાયા

વડોદરાના શિનોર તાલુકાના બાવરિયા ગામ પાસે કાર અકસ્માત સર્જાયો છે. પોઇચા નીલકંઠ ધામ જતા પરિવારને અકસ્માત નડ્યો છે. સુરતથી દર્શનાર્થે જતો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો હતો સ્ટીયરિંગ પર કાબુ ગુમાવાતા કાર બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી અકસ્માતમાં સુરતના નાનજીભાઈ ગલાણીનું મોત થયું છે. અકસ્માતમાં પરિવારના છ સભ્યો ઈજાગ્રસ્ત થવા પામ્યા છે. સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો શિનોર પોલીસ અને 108 ટીમ સ્થળે પહોંચી હતી અને ઘાયલોને મોટા ફોફળિયા હોસ્પિટલ ખસેડાયા હતા જયારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલાયો હતો .
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
