<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

ગુજરાતની પાણીની ચિંતા દૂર કરવા કાલે મંગળવારે દિલ્‍હીમાં મહત્ત્વનો નિર્ણય

સુરતના કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી, જળશક્‍તિ મંત્રીનો સંકેત : મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન, મહારાષ્ટ્રના મુખ્‍યમંત્રીઓની બેઠક મળશે

સુરત તા.૨૬: રાજ્‍યમાં આ વર્ષે વરસાદની ઘટને પગલે અનેક વિસ્‍તારોમાં પાણીની પર્યા અછતની સ્‍થિતિ સર્જાઈ છે, ત્‍યારે ગુજરાતની પાણીની સમસ્‍યાના કાયમી ઉકેલ માટે કેન્‍દ્ર, રાજ્‍ય સરકાર દ્વારા મહત્ત્વની કવાયત હાથ ધરવામાં આવી છે. સુરતમાં રવિવારે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ અને કેન્‍દ્રીય જળશક્‍તિ મંત્રી સી.આર.પાટીલે મહત્ત્વનો સંકેત આપ્‍યો હતો. ગુજરાતમાં પાણીની અછત દૂર કરવા મંગળવારે દિલ્‍હીમાં મધ્‍યપદેશ, રાજસ્‍થાન અને મહારાષ્ટ્રના મુખ્‍યમંત્રીઓની બેઠકની જાહેરાત કરાઈ હતી. તે સાથે મોટી નિર્ણય લેવાઈ એવી શક્‍યતા સેવાઈ રહી છે.

મુખ્‍યમંત્રી ભૂષન્‍દ્ર પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં પાણીની અછત નહીં સહે તેવી ખાતરી આપતાં જણાવ્‍યું હતું કે, કેન્‍દ્રીય જળશક્‍તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્‍થિતિમાં ગુજરાતની પાણીની પરિસ્‍થિતિ અંગે ચર્ચા થઈ છે. એક વર્ષમાં પાણીની જે ઘટ છે તે પૂરી કરવા અને સમસ્‍યાનો કાયમી ઉકેલ લાવવા ખાતરી આપવામાં આવી છે. આ અંગે મંગળવારે તમામ બાબતો ફાઈનલ થશે. તો બીજી બાજુ કેન્‍દ્રીય જળશક્‍તિ મંત્રી સી.આર.પાટીલે પણ ગુજરાતની પાણીની સમસ્‍યા કરવા આંતરરાજ્‍ય સ્‍તરે નિર્ણય લેવાની તૈયારી દર્શાવી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, મંગળવારે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની હાજરીમાં મુખ્‍યમંત્રીઓ સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં પાણીના પ્રરને ચર્ચા કરીને નિર્ણય લેવાશે. પાટીલે વધુમાં જણાવ્‍યું હતું કે, દેશના અન્‍ય રાજ્‍યોની સરખામણીએ ગુજરાતમાં પાણીની સ્‍થિતિ સારી છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ અને મંત્રી જીતુ વાઘાણીના પ્રયાસોથી અન્‍ય રાજયોમાંથી પણ ગુજરાતને પૂરતું પાણી મળી રહે તે માટે ગંભીરતાથી પ્રયાસો કરવામાં આવ્‍યા છે. આગામી દિવસોમાં પાણીની અછત નહીં રહે તેવી મંગળવારે યોજાનારી બેઠકમાં ત્રણ ખાતરી પણ તેમણે આપી હતી. હવે રાજયો સાથે પાણીની વહેંચણી અંગે શું નિર્ણય લેવાય છે અને ગુજરાતની પાણીની ઘટ દૂર કરવા માટે કઈ વ્‍યવસ્‍થા છે

(1:25 PM IST)