તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
સુરત શહેરમાં ધમકતી લોકશાહીનું અતુલ્ય ઉદાહરણ : કેન્સર પીડિત દર્દીએ વ્હીલચેર પર આવી મતદાન કર્યું
ગંભીર કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહેલા એક જાગૃત મતદારે પોતાની શારીરિક પીડાને બાજુ પર મૂકીને મતદાન મથકે પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો

સુરતમાં બપોર બાદ પણ શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન કડોદરાના વોર્ડ નંબર 6માં લોકશાહીની અતૂટ શ્રદ્ધાના દર્શન થયા હતા. ગંભીર કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહેલા એક જાગૃત મતદારે પોતાની શારીરિક પીડાને બાજુ પર મૂકીને મતદાન મથકે પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વ્હીલચેર પર આવેલા આ દર્દીની લોકશાહી પ્રત્યેની નિષ્ઠા જોઈને મતદાન મથક પર હાજર અન્ય મતદારો અને સ્ટાફની આંખો પણ ભીની થઈ ગઈ હતી. બીમારીને હરાવીને ફરજ બજાવનારા આ નાગરિકે સાબિત કરી દીધું કે દેશહિત માટે કોઈ પણ અવરોધ મોટો નથી.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
