તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th November 2026
અમદાવાદના સેટેલાઈટમાં રહેતા એક નિર્દોષ યુવકને કેનેડાના વર્ક પરમિટ અને વિઝા અપાવવાની કાળમુખી લાલચ આપીને શાતિર ભેજાબાજ એજન્ટે ટુકડે-ટુકડે રૂા. ૧૬.૫૨ લાખની મસમોટી રકમ પડાવી લઈ વિશ્વાસઘાત આચરતાં ગુનો દાખલ
વિદેશની ધરતી પર જવાના સપના બતાવીને જિંદગીભરની કમાણી લૂંટી લેવાનો ખૌફનાક ખેલ: નાણાં પચાવી પાડીને એજન્ટ રફુચક્કર થઈ જતાં પીડિત યુવક અને તેના પરિવારના છાતીના પાટિયા બેસી ગયા

અમદાવાદઃ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારના હાર્દસમા ગણાતા સેટેલાઈટવિસ્તારમાંથી વિદેશ મોકલવાના નામે ચાલતી કાળમુખી છેતરપિંડીનો એક અત્યંત ચોંકાવનારો, ખૌફનાક અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે! કેનેડા જઈને સેટલ થવા અને સારી નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા એક યુવકને સેટેલાઈટ વિસ્તારમાં ઓફિસ ખોલીને બેઠેલા એક ચાલાક વિઝા એજન્ટે પોતાના જાળમાં ફસાવ્યો હતો.
સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને ફાર્મા કંપનીમાં નોકરી કરતા 26 વર્ષીય મયુર મકવાણા સાથે વિઝા ફ્રોડ થયો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, વર્ષ 2022માં યુવક અને તેમના પિતાએ કેનેડાના વર્ક વિઝા માટે નહેરુનગર સ્થિત ડ્રીમ વર્લ્ડ હોલીડેઝના ડાયરેક્ટર તપન જોષીનો સંપર્ક કર્યો હતો. તપને 12થી 14 મહિનામાં વિઝા અપાવવાની ખાતરી આપી આશરે રૂ.23,60,000 રૂપિયાનો ખર્ચ થશે તેમ કહ્યું હતું. કામ ના થાય તો રૂપિયા પાછા આપવાની બાંહેધરી આપી હતી. શરૂઆતમાં MOU કરી તારીખ 7 ઓક્ટોબર 2022એ રૂ.7,44,000 અને 10 ઓક્ટોબર 2022એ રૂ.2,00,000 રૂપિયાના ચેક આપ્યા હતા. ત્યારબાદ તપને LMIA લેટર આવ્યાનું કહીને વધુ રૂ.58,000 અને રૂ.6,50,000ના ચેક લીધા હતા. આમ યુવક અને તેમના પિતાના ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ રૂ.16,52,000 ચૂકવવામાં આવ્યા હતા.
પૈસા ચૂકવ્યા પછી પણ લાંબા સમય સુધી વિઝા ન આવતા યુવકે સતત પૂછપરછ કરી હતી. શરત મુજબ રૂપિાયા પાછા માગતા એજન્ટે તારીખ 23 જુલાઈ 2024એ રૂ.16,52,000નો ચેક આપ્યો હતો. જે બેંકમાં બાઉન્સ થયો હતો. ત્યારબાદ ફરી બહાના બનાવી છેલ્લે તારીખ 5 એપ્રિલ 2025ના રોજ જીએસટી કાપીને રૂ.14,00,000 નો બીજો ચેક આપ્યો હતો. જે પણ બાઉન્સ થયો હતો. વારંવાર ઉઘરાણી કરવા છતાં એજન્ટે યોગ્ય જવાબ ન આપી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. કેનેડાના વિઝા અપાવવાના બહાને રૂ.16,52,000 રૂપિયા પડાવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાથી યુવકે તપન જોષી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
