તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
સાગબારામાં શિક્ષકો માટે પ્રેરણાદાયી મોટીવેશનલ સેમિનાર યોજાયો, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વ્યક્તિત્વ વિકાસ પર ભાર
સેમિનારનો મુખ્ય હેતુ શિક્ષકોમાં નવી ઊર્જા, ઉત્સાહ અને શિક્ષણ પ્રત્યે વધુ સમર્પણની ભાવના વિકસાવવાનો હતો

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જીલ્લાના સાગબારા તાલુકામાં જિલ્લા શિક્ષણ સમિતિના ઉપક્રમે શિક્ષકોની ગુણવત્તાયુક્ત કામગીરી, વ્યક્તિત્વ વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે નવી દિશા પ્રદાન કરવાના હેતુથી મોટીવેશનલ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં તાલુકા શિક્ષણ સોસાયટીના ચેરમેન ગૌતમભાઈ વસાવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે શિક્ષક સમાજના ઘડતરમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને નવીનતા, જવાબદારી તથા મૂલ્યલક્ષી શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય ઘડી શકાય છે.
સેમિનારમાં પ્રોફેસર ડૉ. સૌરભ અરુણભાઈ નાયકે વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ કૌશલ્ય,અસરકારક સંવાદ,સકારાત્મક વિચારસરણી, સમય વ્યવસ્થાપન અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ જેવા વિષયો પર પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. તેમના ઉદબોધનથી શિક્ષકોમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન પી.ટી.સી. કોલેજના પ્રોફેસર બળવંતભાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. અંતે જિલ્લા શિક્ષણ સમિતિ, તાલીમ સાથે જોડાયેલા અધિકારીઓ, આયોજકો અને ઉપસ્થિત તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ સેમિનારનો મુખ્ય હેતુ શિક્ષકોમાં નવી ઊર્જા, ઉત્સાહ અને શિક્ષણ પ્રત્યે વધુ સમર્પણની ભાવના વિકસાવવાનો હતો, જે હેતુમાં કાર્યક્રમ સફળ રહ્યો હોવાનું ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
