<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

યાત્રાધામ ડાકોરમાં ભાદરવી પૂનમે ભક્તિનો મહાસાગર ઉમટ્યો: 'જય રણછોડ'ના જયઘોષ સાથે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

વહેલી સવારે 5.15 કલાકે મંગળા આરતીથી શયન દર્શન સુધી ભક્તોનો અભૂતપૂર્વ પ્રવાહ : એક લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન

ડાકોર તા.૨૭ : પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભાદરવી પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ભક્તિનો મહાસાગર ઉમટી પડ્યો હતો. 'જય રણછોડ, માખણચોર'ના ગગનભેદી જયઘોષ સાથે શ્રદ્ધાળુઓએ શ્રી રણછોડરાયજીના દર્શન કર્યા.

 

વહેલી સવારે 5.15 કલાકે યોજાયેલી મંગળા આરતીથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી. મંગળા આરતી બાદ ઠાકોરજીને પવિત્ર સ્નાન કરાવી વિશેષ વસ્ત્રો, દિવ્ય આભૂષણો અને મનોહર મુગટ ધારણ કરાવી અતિ આકર્ષક શૃંગાર કરવામાં આવ્યો હતો. ભગવાનના દિવ્ય રૂપના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા.

 

દિવસભર મંદિર પરિસર અને ડાકોરના માર્ગો પર દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ જળવાઈ રહ્યો હતો. શયન આરાધના સુધી અંદાજે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો.

 

ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે મંદિર તંત્ર દ્વારા શ્રેષ્ઠ આયોજન અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભારે ભીડને કારણે સ્થાનિક વેપારીઓના ધંધામાં પણ મોટો ઉછાળો આવ્યો હતો.

(3:34 PM IST)