તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
નવસારીના ડેપોમાંથી બહાર નીકળતી એસટી બસે રોડ કિનારે પાર્ક કરેલી મોટરસાયકલને ટક્કર મારી
બાઈકને ભારે નુકસાન થયું:અકસ્માત બાદ એસટી બસનો ચાલક ઘટનાસ્થળેથી બસ લઈને ફરાર થઈ ગયો

નવસારીના એસટી ડેપો પાસે. ડેપોમાંથી બહાર નીકળી રહેલી એક એસટી બસે રોડ કિનારે પાર્ક કરેલી મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈકને ભારે નુકસાન થયું છે. ઘટનાને અંજામ આપ્યા બાદ એસટી બસનો ચાલક ઘટનાસ્થળેથી બસ લઈને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. .
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
