હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોડદા ગામની સીમમાં આવેલા ચાર ખેડૂતોના ખેતરોમાંથી કોઈ અજાણ્યા શખ્શે રૂ.૧૮ હજારના વાયરની ચોરી કરી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:ગઇ તા.૨૭/૦૮/૨૦૨૬ ના રોજ સાંજના પાંચેક વાગ્યાથી તા.૨૮/૦૮/૨૦૨૬ ના રોજ સવારના આઠેક વાગ્યા દરમ્યાન કોઇપણ સમયે ફરીયાદ આપનાર ગુમાનસીંગભાઇ અમરસીંગભાઇ જાતે-વસાવા (ઉ.વ.૪૪) ધંધો-ખેતી (રહે.અમીયાર નિશાળ ફળીયુ તા.સાગબારા જી.નર્મદા)નાખેતરમાંથી આશરે ૩૦ મીટર જેટલી લંબાઈ વાળો વાયરનું ગુંચળુ આશરે કિં.રૂ.3,000/- તથા ગોનજીભાઇ શીવાભાઇ વસાવા નાઓના ખેતરમાંથી આશરે ૧૨૦ મીટર જેટલી લંબાઈ વાળો વાયરનુ ગુંચળુ આશરે કિં.રૂ.૧૨,૦૦૦/- તથા ગીંબાભાઇ રૂપજીભાઇ વસાવા નાઓના ખેતરમાંથી આશરે ૩૦ મીટર જેટલો લંબાઈ વાળો વાયરનું ગુંચળુ આશરે કિં.રૂ.૩,૦૦૦/- તથા રવિદાસભાઇ મોહનભાઇ વસાવા નાઓના ખેતરમાંથી આશરે ૪ મીટર જેટલી લંબાઈ વાળો વાયરનુ ગુંચળુ કિં.રૂ.૪૦૦/- આમ, અલગ-અલગ ખેડુતોના ખેતરોમાંથી કુલ વાયર આશરે ૧૮૪ મીટર જેટલી લંબાઈ વાળો જેની આશરે કિં.રૂ.૧૮,૪૦૦/- જેટલા નો કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઈ જઈ ગુનો કરતાં સાગબારા પોલીસે ચોરી નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
