<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

આણંદમાં વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પાસે પાસિંગ સ્કોર કઢાવવા માટે ચાલતા હાઈટેક TOEFL પરીક્ષા કૌભાંડનો પર્દાફાશ

ડમી ઉમેદવાર બેસાડીને આ આખું રેકેટ ચલા વાતું :પરીક્ષા ખંડની દીવાલમાં એક ગુપ્ત છિદ્ર પાડીને વાયર દ્વારા કમ્પ્યુટરનું સ્ક્રીન શેરિંગ કરાતું અને બહાર બેઠેલા એક્સપર્ટ્સ પેપર સોલ્વ કરી આપતા

આણંદમાં વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પાસે પાસિંગ સ્કોર કઢાવવા માટે ચાલતા હાઈટેક TOEFL પરીક્ષા કૌભાંડનો સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે. શહેરની આર્ટ્સ કોલેજ બિલ્ડિંગમાં ડમી ઉમેદવાર બેસાડીને આ આખું રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. આ રેકેટની સૌથી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી એ હતી કે પરીક્ષા ખંડની દીવાલમાં એક ગુપ્ત છિદ્ર પાડીને વાયર દ્વારા કમ્પ્યુટરનું સ્ક્રીન શેરિંગ કરવામાં આવતું હતું અને બહાર બેઠેલા એક્સપર્ટ્સ પેપર સોલ્વ કરી આપતા હતા.

   સાયબર ક્રાઈમ પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ઘટના સ્થળેથી તરુણકાંત શર્મા નામના શખ્સની ધરપકડ કરી છે, જ્યારે રૂ. 3.78 લાખની કિંમતના લેપટોપ, વાયરો અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનો મુદ્દામાલ કબજે લીધો છે. આ રેકેટમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

(9:12 PM IST)