<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ :નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી જતાં ચીખલી વિસ્તારમાં ભારે હાલાકી સર્જાઈ

ચીખલીના પ્રસિદ્ધ મહાદેવ મંદિરની ઉપરથી નદીના પાણી વહેતા:કાવેરી નદીની સપાટી સામાન્ય ભયજનક સ્તર 19 ફૂટથી વધીને 29 ફૂટ સુધી પહોંચી જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા

નવસારી જિલ્લામાં સતત ધોધમાર વરસાદને કારણે કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી જતાં ચીખલી વિસ્તારમાં ભારે હાલાકી સર્જાઈ છે. ચીખલીના પ્રસિદ્ધ મહાદેવ મંદિરની ઉપરથી નદીના પાણી વહેતા જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો હતો. કાવેરી નદીની સપાટી સામાન્ય ભયજનક સ્તર 19 ફૂટથી વધીને 29 ફૂટ સુધી પહોંચી જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે અને જનજીવન પર વ્યાપક અસર પડી છે. સ્થાનિક તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે

(1:05 PM IST)