<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

બોરીદ્રા શાળાના મુખ્ય શિક્ષક અનિલ ગુરુજીને ‘વિજ્ઞાન સાધના પારિતોષિક’થી સન્માનિત કરવામાં આવ્યા

સન્માન બદલ બોરીદ્રા ગ્રામજનો, શિક્ષક પરિવાર તથા સમગ્ર શિક્ષણ વિભાગ દ્વારા અનિલ ગુરુજીને અભિનંદન પાઠવવામાં આવ્યા

(ભરત શાહ દ્વારા )નર્મદા :ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) એવોર્ડી ટીચર્સ ફેડરેશન દ્વારા અંબાજી ખાતે યોજાયેલા વાર્ષિક શૈક્ષણિક અધિવેશનમાં બોરીદ્રા શાળાના મુખ્ય શિક્ષક અનિલ ગુરુજીને ‘વિજ્ઞાન સાધના પારિતોષિક’ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ નિયામક એમ. આઈ. જોશી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ એવોર્ડ ફંક્શનમાં નર્મદા જિલ્લાના બોરીદ્રા ગામની પ્રાથમિક શિક્ષક અનિલ મકવાણાનું સન્માન આપવામાં આવ્યું હતું.
અનિલ મકવાણા એ બોરીદ્રા શાળાના વિદ્યાર્થીઓને પાંચ વખત વિજ્ઞાન સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવામાં માર્ગદર્શક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમના ઉત્કૃષ્ટ શૈક્ષણિક અને સેવાકીય યોગદાનને બિરદાવી તેમને આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.
આ સન્માન બદલ બોરીદ્રા ગ્રામજનો, શિક્ષક પરિવાર તથા સમગ્ર શિક્ષણ વિભાગ દ્વારા અનિલ ગુરુજીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમણે આ સન્માનને ગુજરાતના શિક્ષણ જગતનું ગૌરવ ગણાવી આનંદ વ્યક્ત કર્યો હતો.

(10:18 PM IST)