<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

રાજપીપળા નાગરિક સહકારી બેન્કની વાર્ષિક સાધારણ સભામાં વાર્ષિક હિસાબો સર્વાનુમતે મંજૂર

બેંકના જરૂરી રોકાણ અને તેના નફાના વધઘટ, અને હિસાબો બાબતે જરૂરી પ્રશ્નોતરી કરતા સી.ઈ ઓ દ્વારા સંતોષકારક જવાબો આપવામાં આવ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા ખાતે આવેલ ઘી નાગરિક સહકારી બેન્ક ની વાર્ષિક સાધારણ સભા બેન્કના ચેરમેન અમિત ગાંધીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં બેન્કના સી.ઈ.ઓ જયેશ પંચોલી દ્વારા વાર્ષિક હિસાબો બેંકની થાપણો અને નફાની જરૂરી માહિતી આપી હતી અને બેંકના સભાસદો સામે રજૂઆત મુકતા સર્વાનુમતે તમામ હિસાબો મંજુર કરવામાં આવ્યા હતા.સભાસદ તરીકે જયેશ શાહ દ્વારા બેંકના જરૂરી રોકાણ અને તેના નફાના વધઘટ, અને હિસાબો બાબતે જરૂરી પ્રશ્નોતરી કરતા સી.ઈ ઓ દ્વારા સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. આમ અંતે વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્વક પૂર્ણ થઇ હતી. વાઇસ ચેરમેન હરેશ ગાંધીએ આભારવિધિ કરી હતી.
  આ સાથે નાગરિક સહકારી બેંકના સૌથી જુના 25 વર્ષથી વધુ સમયથી ડિરેક્ટર પદે રહી બેન્કને ખોટમાંથી નફામાં લાવનાર થાપણો વધારનાર નાણાકીય સલાહકાર એવા ડો.નિખિલ મહેતા અને ડો.સમીર મહેતા બંને ડિરેક્ટરો ને વિશેસ શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

(1:02 PM IST)