News of Thursday, 19th November 2026
ગરબાડામાં બીજો દિવસ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રતનમહાલના જંગલ વચ્ચે આવેલા પ્રાચીન બાબાદેવના સ્થાનકે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
આદિવાસી સમાજની લોકઆસ્થા અને પરંપરાનું પ્રતીક છે બાબાદેવનું સ્થાનક

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાની ત્રિદિવસીય મુલાકાત ના બીજા દિવસે ધાનપુર તાલુકાના રતનમહાલના ગાઢ જંગલની વચ્ચે આવેલા ભુવેરો ગામના પ્રાચીન બાબાદેવના સ્થાનકે પહોંચીને શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા.
બાબાદેવનું આ સ્થાનક આદિવાસી સમાજની ધાર્મિક આસ્થા, પરંપરા અને સંસ્કૃતિનું પ્રતીક છે. અહીં વર્ષોથી આદિવાસી સમાજ દ્વારા બાબાદેવની પૂજા-અર્ચના કરવામાં આવે છે. દર વર્ષે અખાત્રીજ અને મહાશિવરાત્રિના પર્વે અહીં મોટા મેળાનું આયોજન થાય છે. જ્યારે શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે.
આદિવાસી સમાજમાં બાબાદેવને ગામના રક્ષક અને સુખાકારીના દેવ તરીકે પૂજવામાં આવે છે. ગામ અને પરિવારની સુખાકારી, સારા વરસાદ અને ખેતીમાં સમૃદ્ધિ માટે ભક્તો બાબાદેવની પ્રાર્થના કરે છે. માનતા અને બાધા રાખવાની પરંપરા પણ અહીં જોવા મળે છે.
ભુવેરો ગામના પૂજારી સોમાભાઈ ડામોર છેલ્લા ૨૫ વર્ષથી બાબાદેવની નિયમિત પૂજા-અર્ચના કરી રહ્યા છે.
મુખ્યમંત્રી મંદિરે દર્શને પહોંચ્યા ત્યારે તેમણે પૂજા કરી બાબાદેવના લોક આસ્થાના મહત્વ વિશે માહિતી આપી હતી.
રતનમહાલના જંગલ વિસ્તારમાં આવેલા ભૂવેરો ગામના બાબાદેવ મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામજનો સાથે જમીન પર સાદગીપૂર્વક બેસીને સંવાદ કર્યો હતો.
આ દરમિયાન તેમણે ગ્રામજનોની વાતો સાંભળી, તેમના સ્થાનિક પ્રશ્નો સાંભળ્યા હતા
સાથે સખી મંડળની બહેનો દ્વારા લાગવેલ સ્ટોલની મુલાકાત લઈ સંવાદ કર્યો જેમાં પ્રાકૃતિક ખેતી, ખજૂરીના પાનમાંથી બનાવેલ છાબડી, હર્બલ સાબુ, તીર કમાન જેવી બનાવટો પ્રદર્શિત કરવામાં આવી હતી
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
