<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

સુરતના રિંગ રોડ પરની મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં ફરી અચાનક ભીષણ આગ લાગતા વેપારીઓમાં દોડધામ

ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ: અગાઉ 20 ફેબ્રુઆરીએ પણ લાગી હતી આગ.

સુરત શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના અત્યંત વ્યસ્ત ગણાતા રિંગ રોડ વિસ્તારમાં આવેલી જાણીતી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2 માં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. માર્કેટની એક દુકાનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ડરનો માહોલ સર્જાયો છે.

ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો મસમોટો જથ્થો હોવાથી આગે જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં જ સુરત ફાયર વિભાગને એલર્ટ કરવામાં આવ્યું હતું. હાલમાં ફાયર વિભાગનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ફાયર ફાઈટરો સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે જેથી આગ આસપાસની અન્ય દુકાનોમાં ન પ્રસરે.

(1:57 PM IST)