<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

ડીસામાં ANTF ત્રાટકીઃ કરોડો રૂપિયાનું હેરોઇન જપ્‍ત

નો ડ્રગ્‍સ ઈન ગુજરાત..CID વડા ડો. કે. એલ. એન. રાવ ટીમનું તોપનું નાળચુ હવે બોર્ડર વિસ્‍તારો તરફ મંડાયું: એસપી લોકેશ યાદવના નેતળત્‍વમાં મોટી સફળતાસ્‍ટાફના સંજયભાઈ, હિતેશ ભારથીની બાતમી આધારે પી.આઇ. એન. એચ. મોર, પીએસઆઇ સી. ડી વાઘેલા અને પીએસઆઇ બી. એસ. ઝાલા ટીમને જબ્‍બર સફળતા મળી

રાજકોટ તા.૯: ‘‘નો ડ્રગ્‍સ ઇન ગુજરાત'' અભિયાન અંતર્ગત જબરજસ્‍ત ઝૂંબેશ ચલાવતા રાજ્‍યના CID વડા ડો. કે.એલ.એન. રાવ દ્વારા બોર્ડર વિસ્‍તારમાં ડ્રગ્‍સ પ્રવેશતું રોકવા માટે આપેલ આદેશ મુજબ ANTF દ્વારા SP લોકેશ યાદવના નેતળત્‍વ હેઠળની ટીમના બોર્ડર પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એન.એચ.મોર, PSI સી.ડી. વાઘેલા, PSI બી.એસ. ઝાલા અને સ્‍ટાફને મોટી સફળતા મળી છે.

બનાવની તારીખઃ ૦૭/૦૯/૨૦૨૫, બનાવનો સમયઃ સવારે ૦૬/૧૫ થી બપોરે ૧૪/૦૦ વાગ્‍યા સુધી, બનાવની જગ્‍યાઃ ટેકરા વાસ, નહેરુનગર પ્રાથમિક શાળાની બાજુમાં, ડીસા, જી.બનાસકાંઠા, બનાવની ટૂંકી હકીકતઃ ખાનગી બાતમીના આધારે ડીસા ટેકરા વિસ્‍તારમાં રહેતા મહેશ ઉર્ફે બલ્લો ભરતભાઈ ઠાકોરના રહેણાંક મકાને સરકારી પંચો સાથે રેઇડ કરવામાં આવી હતી. ઘરમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઇનનો જથ્‍થો મળી આવતા આરોપીને પકડી પાડવામાં આવ્‍યો હતો. પકડાયેલ આરોપીઃ મહેશ ઉર્ફે બલ્લો ભરતભાઈ ઠાકોર, ઉ.વ.૨૫, રહે. ડીસા, કબજે કરેલ મુદ્દામાલઃ હેરોઇન ૮૧ ગ્રામ - કિં.રૂ.૩,૧૬,૨૦,૦૦૦/-, મોબાઇલ નંગ-૨ - કિં.રૂ.૩,૦૨,૦૦૦/-, રોકડ રૂ.૪,૩૮૦/-, કુલ મુદ્દામાલ કિં.રૂ.૩,૧૯,૨૬,૩૮૦/-. આ અંગે બોર્ડર ઝોન CID ક્રાઇમ પો.સ્‍ટે. ભુજ-કચ્‍છ ખાતે NDPS એક્‍ટ કલમ ૮(સી), ૨૧(બી) મુજબ ગુનો નોંધી આગળની તપાસ DPO ઇન્‍સ. વી.એન. પરમારને સોંપવામાં આવી છે.

કામગીરી કરનાર સ્‍ટાફ હેડ કોન્‍સ. સંજયકુમાર સોલંકી (૧૨૮૨), હરેશભાઇ ચૌધરી (૧૩૦૨), પ્રવિણભાઇ ચૌહાણ (૮૮૨), યશકુમાર પટેલ (૧૧૪૨), પો.કોન્‍સ. હિતેષભારથી વાળા (૭૫૭), અશોકકુમાર પટેલ (૧૦૦૨), અમળતભાઇ દવે (૪૮) અને અ.લો.ર. સંજયકુમાર પટણી

(2:43 PM IST)