News of Sunday, 6th September 2026
મહેસાણામાં એન્ટી નાર્કોટિક્સ સેલની ટીમનો સપાટો :રાજસ્થાન પોલીસ કોન્સ્ટેબલને શંકાસ્પદ MD ના જથ્થા સાથે દબોચી લીધો
પકડાયેલો પાવડર અસલી ડ્રગ્સ છે કે ભેળસેળવાળો પદાર્થ, તેની ચોક્કસ પુષ્ટિ કરવા માટે જથ્થાને FSL તપાસ માટે મોકલાયો

મહેસાણામાં પોલીસે રાજસ્થાન પોલીસના એક કોન્સ્ટેબલને શંકાસ્પદ MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે
મહેસાણા પોલીસે આ કાર્યવાહી દરમિયાન આશરે 105 ગ્રામ શંકાસ્પદ સફેદ પાવડર જપ્ત કર્યો છે.
પોલીસ વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, કેટલાક અસામાજિક તત્વો યુરિયા ખાતર, ઊંઘની ગોળીઓ અને પેરાસીટામોલ દવાઓનું મિશ્રણ કરીને તેને નકલી MD ડ્રગ્સ તરીકે વેચીને લોકો સાથે છેતરપિંડી કરતા હોવાની આશંકા છે. આથી, પકડાયેલો પાવડર અસલી ડ્રગ્સ છે કે ભેળસેળવાળો પદાર્થ, તેની ચોક્કસ પુષ્ટિ કરવા માટે જથ્થાને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) તપાસ માટે મોકલવામાં આવ્યો છે. આ બાબતે એફએસએલનો સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ જ ડ્રગ્સની ગુણવત્તા અને કાયદાકીય કલમો હેઠળ આગળની સઘન કાર્યવાહી સ્પષ્ટ થશે
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
