તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
પાટણમાં એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સની મોટી કાર્યવાહી: રહેણાંક મકાનમાં દરોડો પાડી અફીણના જથ્થા સાથે આરોપીને ઝડપી લેવાયો
પોલીસે કુલ રૂપિયા 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો: પકડાયેલા આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરનો ગુનો દાખલ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઉનરોટ ગામે એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન લાખોની કિંમતના શંકાસ્પદ અફીણના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, અને પોલીસે કુલ રૂપિયા 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને સમગ્ર મામલે આગળની વધુ તપાસ રાધનપુર પોલીસને સોંપવામાં આવી છે.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
