તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
વડોદરાના આજવા રોડ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ :શ્રી હરિ ટાઉનશીપમાં જ્વેલર્સની દુકાન ધરાવતા વેપારી પર અદાવતમાં હુમલો
બાપોદ પોલીસ મથક પાસે જ પથ્થરમારો થતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત:હોસ્પિટલ સુધી રેકી કરીને અન્ય એક વ્યક્તિ પર પણ હુમલો કરાયો :એકતાનગર પાસે રોકીને બેગ લૂંટવાનો પ્રયાસ: આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ

વડોદરાના આજવા રોડ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. શ્રી હરિ ટાઉનશીપમાં જ્વેલર્સની દુકાન ધરાવતા વેપારી પર દુકાન બહાર CCTV કેમેરા લગાવવાની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. બાપોદ પોલીસ મથક પાસે જ પથ્થરમારો થતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આરોપ છે કે હોસ્પિટલ સુધી રેકી કરીને અન્ય એક વ્યક્તિ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. સાથે જ એકતાનગર પાસે રોકીને બેગ લૂંટવાનો પ્રયાસ પણ લુખ્ખાઓએ કર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વેપારીએ પોલીસ પાસે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
