તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
આણંદમાં અસામાજિક તત્વો બેફામ:ખાઉધરા ગલીની બહાર જાહેરમાં ચાકુબાજી અને મારામારી બે યુવકોને ગંભીર ઇજા
દારૂની મહેફિલ દરમિયાન કોઈ બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાની ચર્ચા

આણંદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર પડકાર ઊભો કરતી એક લોહિયાળ ઘટના સામે આવી છે. શહેરના ટાઉનહોલ નજીક આવેલી ખાઉધરા ગલીની બહાર જાહેરમાં ચાકુબાજી અને મારામારીની ઘટના બની હતી, જેમાં બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, દારૂની મહેફિલ દરમિયાન કોઈ બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન હુમલાખોરોએ ચાકુ અને પાઇપ જેવા ઘાતક હથિયારો વડે યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ લોહિયાળ અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બંને યુવકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભરચક વિસ્તારમાં જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
