<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

અમદાવાદના રિવરફ્રન્ટ પર અટલ બ્રિજના વોકવે પર અસામાજિક તત્વોનો આતંક :7થી 8 શખ્સોએ એકલા યુવક સાથે બબાલ મચાવી

ટોળાએ યુવકને જાહેરમાં લાફા અને લાતો મારી ઢોર માર માર્યો:યુવકને બીભત્સ ગાળો પણ ભાંડવામાં આવી:મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં

અમદાવાદના રિવરફ્રન્ટ પર આવેલા અટલ બ્રિજના વોકવે પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. જાહેરમાં 7થી 8 શખ્સોએ એકલા યુવક સાથે બબાલ કરી તેના પર હુમલો કર્યો હતો. ટોળાએ યુવકને જાહેરમાં લાફા અને લાતો મારી ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, યુવકને બીભત્સ ગાળો પણ ભાંડવામાં આવી હતી. 

  આ સમગ્ર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. વાયરલ વીડિયોના આધારે રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે તપાસ શરૂ કરી છે. જાહેર સ્થળ પર આ રીતે યુવક સાથે મારામારીની ઘટના સામે આવતાં અટલ બ્રિજ પર મુલાકાતીઓની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે. હવે પોલીસ દ્વારા વીડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ કરી તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે

(6:40 PM IST)