તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
લેન્ડ ગ્રેબિંગના કેસમાં પ્રથમ દર્શનીય પુરાવા હોય તો આગોતરા જામીનનો ઈન્કાર થઈ શકે છે

ગેરકાયદેસર રીતે અન્યની મિલકત પચાવી પાડવાના આ કેસમાં, બનાવટી દસ્તાવેજો ઉભા કરવાના અને ખોટાં વેચાણ વ્યવહારો કરવાના ષડયંત્રમાં મુખ્ય ભૂમિકા ભજવનારે પોતે શુદ્ધબુદ્ધિના ખરીદદાર હોવાનો દાવો કરી અરજદારે આગોતરા જામીન આપવાની માગણી કરી હતી, કે જેમની વિરુદ્ધ રાજ્ય તરફથી મૃત્યુના બનાવટી પ્રમાણપત્રો, ખોટાં પેઢીનામાઓ, એકથી વધારે ખાતાંઓ થકી નાણાંની હેરફેરના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતાં. તે ઉપરાંત સાક્ષીઓના નિવેદનો તેમજ બેંકના રેકર્ડો બનાવટ કરવામાં અને રેકર્ડ સાથે છેડછાડ કરવામાં અરજદારની સીધી ભૂમિકા તેમજ આડકતરા રસ્તાઓ થકી અવેજની રકમ પરત કરવા સાથે સહ-આરોપીના બેંક ખાતાનો વહીવટ કરવાના સંબંધમાં તેમની સંડોવણી વિગેરેને ધ્યાને લઈને ઠરાવવામાં આવ્યું કે, જ્યારે બનાવટી દસ્તાવેજો, નાણાકીય વ્યવહારોની ચાલાકી અને હકીકતોને સક્રીયપણે છૂપાવવા સાથે રચવામાં આવેલ ષડયંત્રમાં આરોપીની મુખ્ય સંડોવણી દર્શાવતા પ્રથમ દર્શનીય પુરાવા હોય ત્યારે અટકાયત હેઠળ પૂછપરછ કરવી જરૂરી બની જતી હોઈ આગોતરા જામીનનો ઈન્કાર થઈ શકે છે.
(સંદર્ભઃ સાગર અંબારામ ફુલતરિયા વિ. સ્ટેટ ઓફ ગુજરાત ગુજરાત હાઈકોર્ટ જુલાઈ ૨૦૨૫) (૨૦૨૫ લોસ્યુટ (ગુજરાત) ૧૩૯૮) (૩૮.૨૮)
:: આલેખન :: એડવોકેટ એન. આર. મેઘાણી
e-mail: [email protected]
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
