તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
અનુભવ પ્લાસ્ટનો એસએમઈ આઇપીઓ કાલે ખૂલશેઃ મંગળવારે બંધ

રાજકોટઃ ઇઆરડબલ્યુ સ્ટીલ પાઇપ્સ, ટયુબ્સ અને સ્ટીલ ટયુબ્યુલર પોલ્સના ઉત્પાદક અનુભવ પ્લાસ્ટ લિમિટેડે બીએસઈ એસએમઇ પ્લેટફોર્મ પર તેના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ)નીજાહેરાત કરી છે. આ ઇશ્યૂ ૧૯ જૂન, ૨૦૨૬ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ૨૩ જૂન, ૨૦૨૬ના રોજ બંધથશે.
કંપની ૩૦ લાખ ઇક્વિટી શેરોના નવા ઇશ્યૂ દ્વારા રૂ.૨૪ કરોડ એકઠા કરવાની યોજના ધરાવે છે.આઇપીઓમાટે પ્રતિ શેર રૂ.૭૭ થી રૂ.૮૦ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. આ ઇશ્યૂ બુક-બિલ્ડિંગ પ્રક્રિયા હેઠળ આવશે અને તેમાં ૧૮ જૂન, ૨૦૨૬ના રોજ એન્કર ઇન્વેસ્ટર હિસ્સો પણ સામેલ રહેશે. રોકાણકારો ૧૬૦૦ શેરના એક લોટ એવા ઓછામાં ઓછા ૩,૨૦૦ ઇક્વિટી શેર (બે લોટ) માટે બિડ કરી શકશે. ઉપરનાપ્રાઇસ બેન્ડ મુજબ, રિટેલ રોકાણકારો માટે ઓછામાં ઓછું રોકાણ રૂ.૨.૫૬ લાખ રહેશે. એચએનઆઇ રોકાણકારો ઓછામાં ઓછું ૩ લોટ (૪,૮૦૦ શેર) એટલે કે રૂ.૩.૮૪ લાખ રોકાણ રહેશે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
