<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

અમદાવાદમાં આભ ફાટતા, ફસાયેલ વિધાર્થીઓ માટે અનુપસિંહ ગેહલોત મદદે દોડી ગયા

પોલીસ વાહનોની લાઈનો લગાડીઃ ઘર સુધી પોલીસ વાહનોમાં સહી સલામત ઘરે પહોંચાડી દીધા, પોલીસ કમિશનર રોડ પર ઉતરતા પોલીસ સ્‍ટાફ જુસ્‍સાભેર અદભુત કામગીરી બજાવીઃ વાલીઓ દ્વારા સીપી પર અભિનંદન વરસ્‍યા અપરંપાર : ફસાયેલ રીક્ષાઓ બહાર કાઢીઃ નાના બાળકોને ખભે બેસાડ્‍યાઃ pl એલ.એલ. ચાવડા સહીત આધિકારીઓ, સ્‍ટાફ પાણીમા ઉતર્યોઃ પોલીસનો માનવતાવાદી ચહેરો નિહાળી લોકો આફ્રિન

અમદાવાદઃ અમદાવાદમાં આભ ફાટીયું હોય તેમ અનરાધાર વરસાદ વરસતા ચો તરફ પાણી, પાણી એવા ભયાવહ  દ્રશ્‍યો સર્જાયા છે. ઓચિંતા કલ્‍પના બહારના વરસાદ અને અમુક વિસ્‍તારોમા કમર સુધી પાણી ભરાયા હતા.

આવા સંજોગોમાં સ્‍કૂલ પર ગયેલ વિધાર્થીઓનું શું થાય? એવો વિચાર  સ્‍ફૂરતા, વિસ્‍તાર શાળાઓની સ્‍થિતિ જાણી, અને તુરત પોતાની ટીમ સાથે શાળાના વિધાર્થી અને વિધા ર્થીનીઓને સહી સલામત પોંહચી ગયા. આ સાથે જે વિસ્‍તારની હાલત કપરી હતી, તે પોલીસ મથકોને સીધી સુચના આપી પોલિસ વાહનોમાં બાળકોને ઘરે પોહાચાડવા વ્‍યવસ્‍થા કરી.

રસ્‍તા પર બંધ પડેલ રીક્ષાઓ બહાર કઢાવી, સ્‍કૂલના દરવાજા સુધી પોલીસ મોકલી, પોલીસ વાહનોની લાઈનો લગાડી સહુને ઘેર પહોંચાડી દીધા, લોકો સીપીના આવા માનવીય અભિગમ પર  આફ્રિન પોકારી, ફોન કરી દિલથી આભાર વ્‍યકત કર્યો

(10:35 AM IST)