<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

નવરાત્રી માટે અમદાવાદમાં અભેદ સુરક્ષાચક્ર રચતા અનુપમસિંહ ગેહલોત...

ભૂતકાળની ઘટનાઓનું પુનરાવર્તન રોકવા, મુખ્‍ય પોલિસ વડા જ્ઞાનેન્‍દ્રસિઘ મલ્લિક દ્વારા, ગુજરાત પોલીસ તંત્ર માટે એડવાયઝરી જાહેર : CCTV સાથે AI ફરજીયાતઃ રીઢા અને શકમંદ ગુનેગારોને ઓળખી કાઢવા ફેસ રેકોગનાઇઝ મશીન : નિયત સંખ્‍યા કરતા ભીડ વધે તો AI જાણ કરી દેશે... : માન્‍ય વીજ કોન્‍ટ્રાકટરનું પ્રમાણ પત્ર, સ્‍થળના માલીકી પુરાવા, ફાયર બ્રિગેડનું NOC ફરજિયાત, મેટલ ડિટેકટર,એન્‍ટ્રી, એકઝીટના ઇમર્જન્‍સી એકઝીટ વ્‍યવસ્‍થા ફરજિયાત, આયોજકૉ સાથે વિવિધ વિભાગ, અને ટોપ ટુ બોટમ આધિકારીઓની તાકીદની બેઠક મળી...

રાજકોટ, તા.૧: ગુજરાતના સહુથી પ્રિય એવા  નવરાત્રી મહોત્‍સવનો બંદોબસ્‍ત ખુબ પડકારજનક હોય છે, માતાજીની આરાધના માટે વિવિધ શેરીઓ, વિસ્‍તારોમાં આયોજન સાથે વિવિધ મોટા આયોજનો થાય છે, યુવતીઓ, બાળાઓ મોટી સંખ્‍યામાં રાસ રમી મોંડી રાતે પરત ફરતી હોય છે. પોલિસના બંદોબસ્‍ત છતાં ભૂતકાળની ઘટનાઓ ધ્‍યાને રાખી રાજ્‍યના પોલિસ વડા જ્ઞાનેન્‍દ્રસિઘ મલ્લિક દ્રારા રાજ્‍ય પોલિસ માટે કેટલીક એડવાયઝરી જાહેર કરી છે.

ગુજરાતના તમામ મહા નગરોના પોલિસ કમિશનર અને IB વડા તરીકેનો અનુભવ ધરાવતા અમદાવાદ પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આ માટે વિશેષ SOP તૈયાર કરી છે, આમા CCTV સાથે AI નો પણ ઉપયોગ કર્યો છે,  આમા ફેસ રેકૉગનાયસ મશીન સાથે નિયત સંખ્‍યા કરતા ભીડ વધારે થાય તે સમયે ચેતવણીની આલબેલ ગુંજવા લાગશે.

કમિશનરશ્રી, અમદાવાદ શહેર નાઓના અધ્‍યક્ષસ્‍થાને ગરબા આયોજકો સાથે એક અગત્‍યની મિટીંગનું આયોજન પોલીસ કમિશનરશ્રીની કચેરી ખાતે કરવામાં આવેલ હતુ. જેમાં શહેરના તમામ સંયુક્‍ત/અધિક પોલીસ કમિશનરશ્રીઓ, તમામ નાયબ પોલીસ કમિશનરશ્રીઓ, તમામ મદદનીશ પોલીસ કમિશનરશ્રીઓ, તમામ પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સપેક્‍ટરશ્રીઓ, શહેર પોલીસ સ્‍ટેશનમાંથી She Team ઇન્‍ચાર્જશ્રી તથા ચીફ ફાયર ઓફીસરશ્રી, અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન નાઓ ઉપસ્‍થિત રહેલ હતા.

આ મિટીંગમાં નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૬ અનુસંધાને ગરબા આયોજકો દ્વારા ગરબા આયોજનની પોલીસ વિભાગ પાસેથી કેવી રીતે મંજુરી મેળવવી તથા સાવચેતી અને અગતચેતીના પગલાં સારુ કયા કયા વિભાગના સર્ટીફીકેટો મેળવવા તેની નીચે મુજબની વિગતે સમજ કરવામાં આવેલ હતી.

નવરાત્રી રાસ-ગરબાનું પરફોર્મન્‍સ લાયસન્‍સ મેળવવા માટે ગુજરાત સરકારશ્રીના www.ifp.gujarat.gov.in પોર્ટલ પર અરજદારો દ્રારા જરૂરી દસ્‍તાવેજો રજુ કરવા. જેમાં * અરજદારનું આધારકાર્ડ * જે જગ્‍યામાં કાર્યક્રમ રાખવામાં આવેલ છે તે જગ્‍યાના માલિકનું સંમતિ પત્ર * પોતાની માલિકીની જગ્‍યા હોય તો માલિકના પુરાવાની વિગત * ફાયર સેફટી બાબતે ફાયર ડિપાર્ટમેન્‍ટની એન.ઓ.સી. * વિજળી જોડાણ અંગે સરકાર માન્‍ય કોન્‍ટાક્‍ટરનું પ્રમાણપત્ર અથવા ઇલેક્‍ટ્રીક ઇન્‍સપેક્‍ટરની એન.ઓ.સી. * જાહેર હિતના વિમા પોલીસીની વિગત * કાર્યક્રમના સ્‍થળ પર સી.સી.ટી.વી.ની વ્‍યવસ્‍થાની વિગત * કાર્યક્રમના સ્‍થળે એકત્ર થનાર પ્રેક્ષકોની સલામતી માટે સીકયુરીટી ગાર્ડ, મહિલા સીકયુરીટી ગાર્ડ, મેટલ ડીટેક્‍ટર વિગેરે રાખેલ હોય તેની વિગત * Entry/Exit points and Emergency Exitની વ્‍યવસ્‍થા કરવાની રહેશે. * જમીન સરકારી માલિકીની હોય તો તેના મંજુરી પત્ર અને ભાડા ભર્યાની પહોંચની પ્રમાણીત ઝેરોક્ષ નકલ * ખુલ્લી જગામાં હંગામી ટેન્‍ટ, સ્‍ટેજ દ્વારા કાર્યક્રમ સ્‍ટ્રક્‍ચર યોગ્‍ય છે તે સંબંધે કા.પા.ઇ.શ્રી (PWD) નું એન.ઓ.સી

(2:21 PM IST)