તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th August 2026
ગુજરાતમાં ૨૦૨૪ બેચના ૭ પ્રોબેશનર IAS અધિકારીઓની આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિમણૂક : ભચાઉ - રાજકોટ સહિતના શહેરોમાં પ્રાંત અધિકારી તરીકે અપાયા નવા પોસ્ટિંગ
આઈએએસ પ્રોફેશનલ કોર્સ ફેઝ-૨ પૂર્ણ થતાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પડાયું : રાજ્યપાલના હુકમથી એડિશનલ ચીફ સેક્રેટરી ડો. અંજુ શર્માએ જાહેર કર્યો ઓર્ડર

ગાંધીનગર: ગુજરાત કેડરના ૨૦૨૪ બેચના ૭ પ્રોબેશનર આઈએએસ (IAS) અધિકારીઓની 'આઈએએસ પ્રોફેશનલ કોર્સ ફેઝ-૨' સફળતાપૂર્વક પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા આસિસ્ટન્ટ કલેક્ટર અને વિવિધ સબ-ડિવિઝનમાં પ્રાંત અધિકારી તરીકે નવી નિયુક્તિ કરવામાં આવી છે. આ અંગે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (કાર્મિક)ના એડિશનલ ચીફ સેક્રેટરી ડો. અંજુ શર્મા દ્વારા રાજ્યપાલના આદેશથી નોટિફિકેશન (No. AIS/35.2026/35/Ser(I)) બહાર પાડવામાં આવ્યું છે.
**અધિકારીઓ અને તેમની નિમણૂકના સ્થળોની વિગત:**
૧. **મિસ રીતિકા આઈમા:** પ્રાંત અધિકારી, ધરમપુર (જી. વલસાડ)
૨. **મિસ અંજલિ અજય ઠાકુર:** પ્રાંત અધિકારી, આણંદ
૩. **શ્રી અતુલ સિંહ:** પ્રાંત અધિકારી, રાજકોટ (સિટી-૧, જી. રાજકોટ)
૪. **શ્રી અભિષેક પ્રમોદ તાલે:** પ્રાંત અધિકારી, ભચાઉ (જી. કચ્છ)
૫. **મિસ ધારાણી એમ.:** પ્રાંત અધિકારી, હિંમતનગર (જી. સાબરકાંઠા)
૬. **મિસ વૃષાલી સંતરામ કાંબળે:** પ્રાંત અધિકારી, જૂનાગઢ
૭. **મિસ નેહા બ્યાડવાલ:** પ્રાંત અધિકારી, મોડાસા (જી. અરવલ્લી)
તાલીમ પૂર્ણ કરી રહેલા ૨૦૨૪ બેચના આ તમામ યુવાન અધિકારીઓ હવે પોતાના નિયુક્ત સ્થળોએ આસિસ્ટન્ટ કલેક્ટર અને પ્રાંત અધિકારી તરીકેની વહીવટી જવાબદારીઓ સંભાળશે.

(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
