<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

અમદાવાદમાં પોલીસ દ્વારા ‘સમર્પણથી સુરક્ષા’ અભિયાન અંતર્ગત હથિયારો જમા કરાવવાની ઝુંબેશ

પૂર્વ વિસ્તારના 22 પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીમાં 263 હથિયારો સરન્ડર કરાયા : લોકોએ તલવાર, છરી સહિતના વિવિધ હથિયારો પોલીસને જમા કરાવ્યા

અમદાવાદમાં પોલીસ દ્વારા ‘સમર્પણથી સુરક્ષા’ અભિયાન અંતર્ગત હથિયારો જમા કરાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પૂર્વ વિસ્તારના 22 પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીમાં 263 હથિયારો સરન્ડર કરવામાં આવ્યા છે. લોકોએ તલવાર, છરી સહિતના વિવિધ હથિયારો પોલીસને જમા કરાવ્યા છે. બીજી તરફ નાઇટ ડ્રાઇવ દરમિયાન પણ પોલીસ દ્વારા ગુનેગારો પાસેથી હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. કેટલાક લોકોએ કાર્યવાહીથી બચવા કચરાપેટીમાં પણ હથિયારો મૂકી દીધા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, પોતાની પાસે રહેલા હથિયારો સ્વેચ્છાએ પોલીસને સમર્પિત કરી સુરક્ષા અભિયાનમાં સહયોગ આપે.

(5:24 PM IST)