<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

સવારે 10 વાગ્યાની સ્થિતિએ રાજ્યમાં સરેરાશ ૬૮.૫૮ ટકા વરસાદ નોંધાયો : દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૫.૦૩ ટકા મેઘમહેર : મોરબીમાં ૨૪ કલાકમાં સાડા આઠ ઇંચથી વધુ વરસાદ વરસી જતાં જળબંબાકારની સ્થિતિ : રાહત-બચાવ માટે NDRF, SDRF અને આર્મી તૈનાત

સરદાર સરોવર ૭૬.૩૩ ટકા ભરાયો : ૩૩ ડેમ હાઇ એલર્ટ પર : વલસાડ, નવસારી અને સુરતમાંથી હજારો લોકોનું સુરક્ષિત સ્થળાંતર : રાજ્યના ૬૦૭ રસ્તાઓ બંધ અને ૧૦૦૪ એસ.ટી. ટ્રીપો ઠપ્પ થતાં જનજીવન પ્રભાવિત : અસરગ્રસ્ત ૪,૬૩૫ ગામડાઓમાંથી ૪,૬૨૯ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત : રાજ્યમાં કુલ ૫૯,૨૬,૧૯૫ હેક્ટરમાં વાવણી પૂર્ણ થઈ

ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસુ-૨૦૨૬ની ઋતુ પૂર્ણ રીતે જામી છે અને ૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સવારે ૦૬.૦૦ કલાક સુધીના સત્તાવાર અહેવાલ મુજબ રાજ્યમાં મોસમનો કુલ એકંદર સરેરાશ ૬૨૩.૨૯ મિમી એટલે કે ૬૮.૫૮ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અગાઉના વર્ષોના આંકડા જોઈએ તો વર્ષ ૨૦૨૩માં ૯૪૮.૦૬ મિમી (૧૦૮.૧૬ ટકા), વર્ષ ૨૦૨૪માં ૧૨૬૩.૯૦ મિમી (૧૪૩.૧૪ ટકા) અને વર્ષ ૨૦૨૫માં ૧૧૩૩.૭૫ મિમી (૧૨૮.૫૭ ટકા) વરસાદ નોંધાયો હતો. તેની સરખામણીએ ચાલુ વર્ષે ઓગસ્ટના પ્રારંભે જ ૬૮ ટકાથી વધુ પૂર્તિ થઈ ગઈ છે.

પ્રદેશવાર અને તાલુકાવાર વરસાદનું ચિત્ર:
રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ૩૦ વર્ષના (૧૯૯૬-૨૦૨૫) સરેરાશ આંકડા સામે રીજીયન વાઈઝ સ્થિતિ તપાસીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૬૦.૯૦ મિમી છેલ્લા ૨૪ કલાકના વરસાદ સાથે કુલ ૧૪૬૫.૩૯ મિમી એટલે કે ૯૫.૦૩ ટકા વરસાદ નોંધાયો છે. આ સિવાય પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬૫.૦૬ ટકા (૫૩૨.૮૦ મિમી), સૌરાષ્ટ્રમાં ૫૩.૬૮ ટકા (૪૦૯.૧૪ મિમી), ઉત્તર ગુજરાતમાં ૫૦.૧૨ ટકા (૩૬૬.૦૭ મિમી) અને કચછમાં ૨૮.૨૯ ટકા (૧૪૧.૪૦ મિમી) વરસાદ થયો છે.

તાલુકાવાર વિગતો મુજબ રાજ્યના કુલ તાલુકાઓમાંથી ૩ તાલુકામાં ૦ થી ૫૦ મિમી, ૮ તાલુકામાં ૫૧ થી ૧૨૫ મિમી, ૨૯ તાલુકામાં ૧૨૬ થી ૨૫૦ મિમી, ૧૧૬ તાલુકામાં ૨૫૧ થી ૫૦૦ મિમી, ૭૭ તાલુકામાં ૫૦૧ થી ૧૦૦૦ મિમી અને ૩૫ તાલુકામાં ૧૦૦૦ મિમીથી વધુ વરસાદ નોંધાયો છે.

જિલ્લાવાર સિઝનના કુલ વરસાદની ટકાવારી જોઈએ તો નવસારીમાં ૧૧૩.૭૧ ટકા (૨૧૬૧ મિમી), વલસાડમાં ૧૦૪.૯૫ ટકા (૨૪૯૯ મિમી), સુરતમાં ૧૦૧.૩૬ ટકા (૧૫૩૫ મિમી), ડાંગમાં ૮૮.૩૮ ટકા (૨૦૪૫ મિમી), ખેડામાં ૮૮.૭૯ ટકા (૭૫૪ મિમી), ભરૂચમાં ૮૬.૬૫ ટકા (૬૭૨ મિમી), આણંદમાં ૮૫ ટકા (૬૮૦ મિમી) અને અમદાવાદમાં ૮૪.૮૨ ટકા (૫૭૪ મિમી) વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સુરેન્દ્રનગરમાં ૮૦.૨૯ ટકા, તાપીમાં ૭૭.૯૪ ટકા, મોરબીમાં ૭૭.૫૪ ટકા, અમરેલીમાં ૭૧.૫૨ ટકા, ભાવનગરમાં ૬૮.૦૪ ટકા, નર્મદામાં ૬૭.૯૬ ટકા, બોટાદમાં ૬૬.૬૭ ટકા, વાવ-થરાદમાં ૬૬.૪૧ ટકા, પંચમહાલમાં ૬૪.૨૧ ટકા, પાટણમાં ૬૨.૭૭ ટકા, મહીસાગરમાં ૬૧.૦૮ ટકા, મહેસાણામાં ૫૭.૭૩ ટકા, ગાંધીનગરમાં ૫૭ ટકા, જૂનાગઢમાં ૫૪.૨૧ ટકા, વડોદરામાં ૫૩.૮૫ ટકા, ગીર સોમનાથમાં ૪૫.૦૬ ટકા, રાજકોટમાં ૪૪.૩૫ ટકા, છોટાઉદેપુરમાં ૪૨.૬૮ ટકા, બનાસકાંઠામાં ૪૧.૯૯ ટકા, અરવલ્લીમાં ૩૯.૭૪ ટકા, દાહોદમાં ૩૯.૧૨ ટકા, સાબરકાંઠામાં ૩૮.૬૪ ટકા, કચછમાં ૨૮.૩૩ ટકા, જામનગરમાં ૨૭.૭૯ ટકા, પોરબંદરમાં ૧૬.૯ ટકા અને દેવભૂમિ દ્વારકામાં ૬.૨૩ ટકા (૫૩ મિમી) વરસાદ નોંધાયો છે.

છેલ્લા ૨૪ કલાક અને આજના સવારના વરસાદની વિગતો:
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૪ જિલ્લાના ૨૫૭ તાલુકાઓમાં વ્યાપક મેઘમહેર થઈ છે અને આ સમયગાળામાં રાજ્યનો સરેરાશ વરસાદ ૩૫.૫૧ મિમી રહ્યો છે. જે પૈકી ૧૧ તાલુકામાં વરસાદ નોંધાયો નહોતો, જ્યારે ૧૯૦ તાલુકામાં ૦ થી ૫૦ મિમી, ૫૦ તાલુકામાં ૫૧ થી ૧૦૦ મિમી, ૫ તાલુકામાં ૧૦૧ થી ૧૫૦ મિમી, ૧૧ તાલુકામાં ૧૫૧ થી ૨૦૦ મિમી અને ૧ તાલુકામાં ૨૫૧ થી ૩૦૦ મિમી વરસાદ પડ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ ધરાવતા મુખ્ય તાલુકાઓ:
• મોરબી (જિલ્લો: મોરબી): ૨૨૩ મિમી (૮.૭૮ ઇંચ)
• ટંકારા (જિલ્લો: મોરબી): ૧૯૪ મિમી (૭.૬૪ ઇંચ)
• ધ્રાંગધ્રા (જિલ્લો: સુરેન્દ્રનગર): ૧૭૬ મિમી (૬.૯૩ ઇંચ)
• હળવદ (જિલ્લો: મોરબી): ૧૬૩ મિમી (૬.૪૨ ઇંચ)
• વઢવાણ (જિલ્લો: સુરેન્દ્રનગર): ૧૫૭ મિમી (૬.૧૮ ઇંચ)

આ ઉપરાંત ૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સવારે ૦૬.૦૦ થી ૧૦.૦૦ વાગ્યા સુધીના ૪ કલાકમાં અરવલ્લીના મોડાસામાં ૨૪ મિમી (૦.૯૪ ઇંચ), સુરતના બારડોલીમાં ૧૪ મિમી (૦.૫૫ ઇંચ), વલસાડના કાપ્રડામાં ૧૪ મિમી (૦.૫૫ ઇંચ), વાવ-થરાદના ભાભરમાં ૧૩ મિમી (૦.૫૧ ઇંચ) અને જૂનાગઢ તાલુકામાં ૧૨ મિમી (૦.૪૭ ઇંચ) વરસાદ નોંધાયો છે.

જળાશયોની સ્થિતિ: સરદાર સરોવર ૭૬.૩૩ ટકા ભરાયો, ૩૩ ડેમ હાઇ એલર્ટ પર:
રાજ્યમાં નર્મદા સ્થિત સરદાર સરોવર ડેમમાં હાલ ૨,૫૪,૯૯૧ એમસીએફટી પાણીનો જથ્થો છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૭૬.૩૩ ટકા જેટલો થાય છે. ડેમની પૂર્ણ સપાટી ૪૫૪.૯૮ ફૂટ સામે હાલની સપાટી ૪૩૦.૭૭ ફૂટે પહોંચી છે. ડેમમાં ૭૨,૪૦૭ ક્યુસેક પાણીની આવક સામે ૬૨૫ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

નર્મદા સિવાયના રાજ્યના ૨૦૬ જળાશયોમાં કુલ ૩,૨૧,૦૫૦ એમસીએફટી એટલે કે ૫૭.૫૫ ટકા પાણીનો સંગ્રહ છે. રાજ્યના ૨૪ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ચૂક્યા છે, ૨૭ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે, ૩૩ ડેમ ૫૦ થી ૭૦ ટકા વચ્ચે, ૪૬ ડેમ ૨૫ થી ૫૦ ટકા વચ્ચે અને ૭૬ ડેમ ૨૫ ટકાથી નીચે ભરાયેલા છે. તંત્ર દ્વારા ૩૩ ડેમ માટે હાઇ એલર્ટ, ૮ ડેમ માટે એલર્ટ અને ૧૦ ડેમ માટે વોર્નિંગ જારી કરવામાં આવી છે.

હાઇ એલર્ટ હેઠળના ૩૩ જળાશયો:
અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાનો ધાતરવડી (૧૦૦%), ધાતરવડી-૨ (૧૦૦%), સાવરકુંડલાનો સૂરજવડી (૧૦૦%), ધારીનો ખોડિયાર (૯૬.૮૩%) અને ખાંભાનો રાયડી (૯૫.૨૪%). ભરૂચ જિલ્લામાં નેત્રંગનો બલદેવા (૧૦૦%), પીગુટ (૧૦૦%) અને ઝઘડિયાનો ઢોલી (૧૦૦%). ભાવનગર જિલ્લામાં મહૂવાનો રોજકી (૧૦૦%), પાલિતાણાનો ખારો (૧૦૦%), શેત્રુંજી (૧૦૦%), હનોલ (૧૦૦%), મહૂવાનો માલણ (૧૦૦%) અને ઉમરાળાનો રંગહોળા (૯૯.૬૫%). કચછના રાપરનો ફતેહગઢ (૧૦૦%). મહીસાગરના બાલાસિનોરનો વણાગબોરી (૧૦૦%). મોરબીના મોરબી તાલુકાનો મચ્છુ-૨ (૧૦૦%), ઘોડાધ્રોઈ (૯૬.૯૫%) અને હળવદનો બ્રાહ્મણી (૧૦૦%). નવસારીના વાંસદાનો જૂજ (૧૦૦%) અને કેલિયા (૧૦૦%). સુરતના માંડવીનો લખીગામ (૧૦૦%). સુરેન્દ્રનગરના ચુડાનો વાંસલ (૧૦૦%), ધ્રાંગધ્રાનો ફળકુ (૧૦૦%), વઢવાણનો ધોળીધજા (૧૦૦%), મૂળીનો નાયકા (૧૦૦%), સબૂરી (૯૧.૭૮%) અને ચોટીલાનો ત્રિવેણી ઠાંગા (૧૦૦%). તાપીના સોનગઢનો ડોસવાડા (૧૦૦%). નર્મદાના શાકબારાનો ચોપડવાવ (૯૫.૮૨%) અને કાંકડી-આંબા (૯૦.૦૧%). બોટાદના બરવાળાનો ખંભાળા (૯૪.૧%) તથા રાજકોટના રાજકોટ તાલુકાનો લાલપરી ડેમ (૯૦.૨૨%).

એલર્ટ હેઠળના ૮ જળાશયો:
રાજકોટના ધોરાજીનો ભાદર-૨ (૮૮.૫૭%) અને પડધરીનો ખોડાપીપર (૮૩.૬૭%). ગીર સોમનાથના ગીર-ગઢડાનો રાવળ (૮૭.૭૭%). ભાવનગરના તળાજાનો પીંગળી (૮૭.૬૮%). બોટાદના ગઢડાનો કાળુભાર (૮૪.૭૯%). દાહોદના લીમખેડાનો ઉમરિયા (૮૪.૬૪%). છોટાઉદેપુરના જેતપુર પાવીનો સુખી (૮૩.૦૭%) અને કવાંટનો રામી (૮૦.૪૪%).

વોર્નિંગ હેઠળના ૧૦ જળાશયો:
અમરેલીના સાવરકુંડલાનો શેલ-ડેડુમલ (૭૮.૬૨%). બોટાદના બોટાદ તાલુકાનો કણીયાદ (૭૭.૪૭%) અને રાણપુરનો ઉતાવળી (૭૬.૦૩%). ભાવનગરના પાલિતાણાનો રાજાવળ (૭૬.૯૯%). રાજકોટના ઉપલેટાનો વેણુ-૨ (૭૬.૫૩%) અને રાજકોટ તાલુકાનો આજી-૨ (૭૩.૨૯%). સુરેન્દ્રનગરના સાયલાનો લીમ-ભોગાવો-૧ (૭૬.૧૫%). કચછના મુંદરાનો કાળાઘોઘા (૭૩.૬૯%). પોરબંદરના કુતિયાણાનો સરણ (૭૩.૩૭%) અને જૂનાગઢના માણાવદરનો બાંટવા-ખારો (૭૩.૨%).

ઓવરફ્લો (ગેટ વગરની) સ્કીમની વિગતો:
નવસારીનો જૂજ ડેમ (આવક/જાવક ૧૯૧૫.૨ ક્યુસેક) અને કેલિયા ડેમ (આવક/જાવક ૨૧૦૦ ક્યુસેક), ભરૂચનો ઢોલી ડેમ (આવક/જાવક ૧૩૫૧ ક્યુસેક), મહીસાગરનો વણાગબોરી (આવક ૪૫૮૭, જાવક ૪૨૩૭ ક્યુસેક), સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ (આવક/જાવક ૭૫૭૦ ક્યુસેક), અમરેલીનો ધાતરવડી ડેમ (આવક/જાવક ૫૬૨ ક્યુસેક) અને મોરબીનો બ્રાહ્મણી ડેમ (આવક/જાવક ૧૭૮૮૨ ક્યુસેક) ૧૦૦ ટકા ક્ષમતા સાથે સતત ઓવરફ્લો થઈ રહ્યા છે.

મુખ્ય ડેમો પૈકી ઉકાઈ ડેમમાં ૩,૯૪,૧૭૦ ક્યુસેક, કરજણ ડેમમાં ૨૬,૮૨૩ ક્યુસેક, મચ્છુ-૨ માં ૨૬,૦૧૬ ક્યુસેક, દમણગંગામાં ૨૧,૧૬૦ ક્યુસેક, કડાણામાં ૮,૨૦૫ ક્યુસેક અને મચ્છુ-૧ માં ૧,૯૯૭ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

રેસ્ક્યુ અને સ્થળાંતર: ૭૦,૦૪૦ લોકોનું સુરક્ષિત સ્થળાંતર, ૯,૬૮૦ નું રેસ્ક્યુ:
ચોમાસાની આ સિઝનમાં પૂરના પાણી ભરાવાના કારણે તંત્ર દ્વારા વ્યાપક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાંથી કુલ ૭૦,૦૪૦ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ૯,૬૮૦ નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

જિલ્લાવાર સ્થળાંતર અને રેસ્ક્યુની વિગત:
વલસાડમાં ૨૨,૧૬૧ સ્થળાંતર અને ૩,૧૨૮ રેસ્ક્યુ; નવસારીમાં ૨૨,૧૧૫ સ્થળાંતર અને ૮૪૫ રેસ્ક્યુ; સુરતમાં ૧૩,૧૫૭ સ્થળાંતર અને ૩,૪૩૯ રેસ્ક્યુ; અમદાવાદમાં ૩,૧૭૬ સ્થળાંતર અને ૨,૦૦૬ રેસ્ક્યુ; તાપીમાં ૨,૦૦૭ સ્થળાંતર અને ૧૨ રેસ્ક્યુ; ભરૂચમાં ૧,૭૮૫ સ્થળાંતર; સુરેન્દ્રનગરમાં ૧,૦૩૧ સ્થળાંતર અને ૧૦૦ રેસ્ક્યુ; પાટણમાં ૯૨૦ સ્થળાંતર અને ૮ રેસ્ક્યુ; આણંદમાં ૮૫૧ સ્થળાંતર; અમરેલીમાં ૬૮૧ સ્થળાંતર અને ૭૬ રેસ્ક્યુ; ખેડામાં ૬૦૪ સ્થળાંતર; ગીર સોમનાથમાં ૪૮૦ સ્થળાંતર અને ૧૨ રેસ્ક્યુ; વડોદરામાં ૩૨૦ સ્થળાંતર; જૂનાગઢમાં ૨૯૭ સ્થળાંતર અને ૩ રેસ્ક્યુ; નર્મદામાં ૧૭૮ સ્થળાંતર અને ૯ રેસ્ક્યુ; વાવ-થરાદમાં ૧૫૨ સ્થળાંતર; ગાંધીનગરમાં ૬૫ સ્થળાંતર; ભાવનગરમાં ૫૦ સ્થળાંતર; મહેસાણામાં ૧૦ સ્થળાંતર; પોરબંદરમાં ૧ રેસ્ક્યુ તેમજ દીવ અને અન્ય વિસ્તારોમાંથી ૪૧ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

રાહત-બચાવ માટે NDRF, SDRF અને આર્મી તૈનાત:
આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યમાં એનડીઆરએફ (NDRF) ની ૧૭ ટીમો, એસડીઆરએફ (SDRF) ની ૩૩ પ્લાટૂન અને આર્મીની ૬ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.
• અમદાવાદ: ૧ NDRF, ૨ SDRF, ૨ આર્મી
• સુરત: ૧ NDRF, ૩ SDRF, ૨ આર્મી
• નવસારી: ૧ NDRF, ૩ SDRF, ૨ આર્મી
• વડોદરા: ૨ NDRF, ૧ SDRF
• અન્ય તૈનાતી: અમરેલી, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, મોરબી, પંચમહાલ, વલસાડ અને વાવ-થરાદ ખાતે NDRF ની ૧-૧ ટીમ મુકાયેલી છે. જ્યારે બનાસકાંઠા, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચછ, ખેડા, મહેસાણા, મહીસાગર, નર્મદા, પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગર, ડાંગ ખાતે SDRF ની ૧-૧ પ્લાટૂન અને તાપીમાં ૨ પ્લાટૂન તૈનાત છે.
• વડોદરા સ્થિત રીઝર્વ ટીમો પૈકી ૧ ટીમ ઉદયપુર (રાજસ્થાન) અને ૧ ટીમ દમણ ખાતે રેસ્ક્યુ કામગીરી માટે મોકલવામાં આવી છે.
વાહનવ્યવહાર પર ગંભીર અસર - ૬૦૭ રસ્તાઓ બંધ, GSRTC ની ૧૦૦૪ ટ્રીપો રદ:
માર્ગ અને મકાન વિભાગના રિપોર્ટ મુજબ રાજ્યમાં ભારે વરસાદથી ૩૦ સ્ટેટ હાઇવે, ૪૬ અન્ય માર્ગો, ૫૨૮ પંચાયત હસ્તકના રસ્તાઓ અને ૩ નેશનલ હાઇવે મળી કુલ ૬૦૭ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા છે. સૌથી વધુ રસ્તા સુરતમાં ૧૦૮, સુરેન્દ્રનગરમાં ૮૮, નવસારીમાં ૬૩, મોરબીમાં ૫૦, ખેડામાં ૪૮, વલસાડમાં ૪૧, અમદાવાદમાં ૩૮, છોટાઉદેપુરમાં ૩૦ અને વડોદરામાં ૨૫ બંધ છે. અગાઉ ૭૬૮ રસ્તા બંધ હતા, જેમાં નવા ૩૬ ઉમેરાયા હતા અને તેમાંથી ૧૮૭ રસ્તા ફરી ચાલુ કરવામાં સફળતા મળી છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ની સેવાઓને ભારે અસર પડી છે. ૨ ઓગસ્ટના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યાની સ્થિતિએ કુલ ૧,૦૦૪ રૂટ પરની ૨૧૭ ટ્રીપો બંધ રહેવા પામી છે, જેના કારણે એસ.ટી. નિગમને રૂ. ૧૪,૩૧,૬૯૫ ની આવક ગુમાવવી પડી છે. સુરેન્દ્રનગર ડિવિઝનમાં ૧૫૦ રૂટ (રૂ. ૨,૧૧,૮૭૦ નુકસાન), ભરૂચ ડિવિઝનમાં ૬૩ રૂટ (રૂ. ૪,૯૨,૭૮૮ નુકસાન), વલસાડ-નવસારીમાં ૧૦૦ રૂટ, તાપીમાં ૧૪૯ રૂટ, રાજકોટમાં ૭૦ રૂટ, મહેસાણામાં ૪૦ રૂટ અને વડોદરામાં ૫૯ રૂટ પર બસ વ્યવહાર ખોરવાયો છે.
વીજ પુરવઠાની સ્થિતિ અને સમારકામ:
જીયુવીએનએલ (GUVNL) ના અહેવાલ મુજબ ભારે વરસાદથી અસરગ્રસ્ત ૪,૬૩૫ ગામડાઓમાંથી ૪,૬૨૯ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે અને માત્ર ૬ ગામોમાં જ વીજળી ચાલુ કરવાનું બાકી છે. કુલ ૧૦,૪૬૭ અસરગ્રસ્ત ફીડરોમાંથી ૧૦,૨૭૪ પૂર્વવત કરાયા છે (૧૯૩ પેન્ડિંગ), ૧૦,૧૨૬ ક્ષતિગ્રસ્ત વીજપોલમાંથી ૯,૬૫૦ રિપેર કરાયા છે (૪૭૬ પેન્ડિંગ) અને ૧,૭૧૭ અસરગ્રસ્ત ટ્રાન્સફોર્મર સેન્ટરમાંથી ૧,૬૯૫ ચાલુ કરી દેવાયા છે (૨૨ પેન્ડિંગ).

વાવેતરની સ્થિતિ અને માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી:
ખરીફ મોસમ-૨૦૨૬ અંતર્ગત ૨૭ જુલાઈ ૨૦૨૬ સુધીના આંકડા મુજબ રાજ્યમાં કુલ ૫૯,૨૬,૧૯૫ હેક્ટરમાં વાવણી પૂર્ણ થઈ ગઈ છે, જે સરેરાશ વાવેતર વિસ્તાર (૮૫,૩૦,૮૦૩ હેક્ટર) ના ૬૯.૪૭ ટકા છે. મુખ્ય પાકોમાં કપાસનું ૨૦,૦૦,૭૦૦ હેક્ટરમાં (૮૩.૯૫%), મગફળીનું ૧૭,૫૦,૮તી હેક્ટરમાં (૯૧.૪૧%), સોયાબીનનું ૨,૭૯,૧૬૦ હેક્ટરમાં (૯૯.૨૪%), ડાંગરનું ૪,૬૩,૨૮૯ હેક્ટરમાં (૫૨.૧૪%), મકાઈનું ૨,૫૪,૨૨૮ હેક્ટરમાં (૮૯.૭૮%), તુવેરનું ૧,૯૪,૫૬૫ હેક્ટરમાં (૭૫.૮૭%) અને અડદનું ૭૦,૭૭૨ હેક્ટરમાં (૮૬.૦૫%) વાવેતર થઈ ચૂક્યું છે.
હવામાન વિભાગ (IMD) દ્વારા દરિયામાં સર્જાયેલી તોફાની હવામાનની સ્થિતિને ધ્યાને રાખી ૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ તમામ માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ ચેતવણી અને સૂચના આપવામાં આવી છે.

(12:03 PM IST)