<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

કપડવંજના કોસમ ગામ નજીક વાત્રક નદી પર બનાવવામાં આવેલો ચેકડેમ જર્જરિત થતાં પાણીનો વેડફાટ

ચેકડેમની હાલત બિસ્માર બનતા પાણીનો સંગ્રહ થવાને બદલે વહી જતાં જળસંચયની ક્ષમતામાં ઘટાડો થયો

ખેડાઃ કપડવંજના કોસમ ગામ નજીક વાત્રક નદી પર બનાવવામાં આવેલો ચેકડેમ જર્જરિત થતાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સિંચાઈ વિભાગ દ્વારા આશરે પાંચ વર્ષ અગાઉ આ ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, હાલ ચેકડેમનું ધોવાણ થતાં તે તૂટી જવાની સ્થિતિમાં પહોંચ્યો છે. ચેકડેમની હાલત બિસ્માર બનતા પાણીનો સંગ્રહ થવાને બદલે વહી જતાં જળસંચયની ક્ષમતામાં ઘટાડો થયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ચેકડેમનો ઉપયોગ સિંચાઈ અને પાણીના સંગ્રહ માટે થતો હતો, પરંતુ હાલ તેની સ્થિતિને કારણે તેનો પૂરતો લાભ મળી રહ્યો નથી. નિર્માણના ટૂંકા ગાળામાં જ ચેકડેમ જર્જરિત થતાં કામગીરીની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ચેકડેમની તાત્કાલિક મરામત કરવાની માંગ ઉઠી છે.

(7:51 PM IST)