<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

ભાજપાના સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ગઇકાલે અંબાજીથી આરંભ થયેલી પવિત્ર ‘કળશ યાત્રા‘ નું મહેસાણા જિલ્લામાં ભવ્ય સ્વાગત કરાયું

પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ શ્રી રવિદાસ મહારાજની જન્મભૂમિની માટી યુક્ત પવિત્ર કળશનું પૂજન કર્યું

ગાંધીનગર : સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજના 650માં જન્મજયંતી વર્ષ અન્વયે ભાજપાના સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ગઇકાલે અંબાજીથી આરંભ થયેલી ‘કળશ યાત્રા‘ નું આજે મહેસાણા જિલ્લાના બ્રાહ્મણવાડા, ઊંઝા અને ઉનાવા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ અવસરે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ શ્રી રવિદાસ મહારાજની જન્મભૂમિની માટી યુક્ત પવિત્ર કળશનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ અને અભિયાનના ઇન્ચાર્જ ગૌતમભાઈ ગેડીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોર, સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, ભાજપા સંગઠનના પદાધિકારીઓ, અભિયાનની ટીમ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો, અગ્રણીઓ, કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

(7:19 PM IST)