<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

વડોદરાના સાવલીના ચારણપુરા ગામમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવતાં જ આરોગ્ય તંત્ર હરકતમાં

લોહીના નમૂના મેળવીને ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા: આરોગ્ય વિભાગ દ્વારા સાવલી અને ડેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સઘન સર્વેલન્સ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ચારણપુરા ગામમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવતાં જ આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. રોગના લક્ષણો જણાતાં બાળકને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, જ્યાં તેના લોહીના નમૂના મેળવીને ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા સાવલી અને ડેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે અને સંક્રમણ રોકવા માટે દવાનો છંટકાવ કરીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. જોકે, બાળકનો લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવશે.

(9:13 PM IST)