<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

સુરતમાં IPS રાજદીપસિંહ નકુમનો વિડીયો વાયરલ થતાં જ ગુનેગારોમાં ધાક : ગંભીર ગુનાઓના આંકડામાં મોટો કડાકો!

૧૦ થી ૧૫ જુલાઈ વચ્ચે બનેલી ૭ ગંભીર ઘટનાઓ બાદ ૧૬ જુલાઈથી એક પણ મર્ડર, હાફ મર્ડર કે રાયોટિંગનો ગુનો નોંધાયો નથી : 'લાતો કે ભૂત બાતોં સે નહીં માનતે' ઘાટ સર્જાયો!

રાજકોટ: સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને એક અત્યંત રસપ્રદ અને માર્મિક ચિત્ર સામે આવ્યું છે. છરી-ચાકુ સાથે રોફ જમાવતા શખ્સો સામે એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમનો વિડીયો વાયરલ થતાં જ શહેરના ગુનેગારોમાં પોલીસ અને કાયદાનો ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જેના પરિણામે સુરતમાં ગંભીર ગુનાખોરીના આંકડામાં સીધો કડાકો જોવા મળ્યો છે.

 

 માત્ર ૬ દિવસમાં બન્યા હતા ૭ ગંભીર ગુનાઓ:

સુરત શહેરમાં ચાલુ માસ દરમિયાન જુલાઈ ૧૦ થી જુલાઈ ૧૫ ના માત્ર ૬ દિવસના ટૂંકા સમયગાળામાં જ ગુનેગારોએ માથું ઉંચક્યું હતું. આ સમયગાળા દરમિયાન મર્ડરના ૨, હાફ મર્ડર (ખૂનની કોશિશ) ના ૩ અને રાયોટિંગના ૨ મળીને કુલ ૭ ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા હતા, જેનાથી શહેરીજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.

 

 વિડીયો વાયરલ થયા બાદ ગુનેગારોમાં કાયદેસરનો ડર:

દરમિયાન તા. ૧૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ સાંજના સમયે એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમનો સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના આરોપીઓ અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ જાણે અચાનક જ સુરત શહેરના ગુનેગારોમાં પોલીસ અને કાયદાની કડક ધાક બેસી ગઈ હોય તેમ ગુનાખોરી પર બ્રેક લાગી ગઈ છે.

 

 ૧૬ જુલાઈથી આજદિન સુધી એક પણ ગંભીર ગુનો નહીં:

ડીસીપીના કડક વલણ અને વાયરલ વિડીયોના ખાકીના ખૌફના કારણે ૧૬ જુલાઈથી લઈને આજ દિન સુધીમાં સમગ્ર સુરત શહેરમાં મર્ડર, હાફ મર્ડર કે રાયોટિંગનો એક પણ નવો ગુનો બનવા પામ્યો નથી. ગુનેગારો સામે કડક કાર્યવાહીનો આ વળતો પ્રહાર જોઈને લોકમુખે પણ ચર્ચાતી કહેવત 'લાતો કે ભૂત બાતોં સે નહીં માનતે' જેવો ઘાટ સુરતમાં સાબિત થયો છે.

(3:14 PM IST)