તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને કેન્દ્રીય સહકાર મંત્રાલયમાં મોટી જવાબદારી સોંપાઈ :SPCDFના ડિરેક્ટર તરીકે નિમણુંક
અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળના મંત્રાલયે લીધો નિર્ણય: સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશનમાં મોટી જવાબદારી

અમદાવાદ :ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીને એક અત્યંત મહત્વની રાષ્ટ્રીય જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા નવનિર્મિત સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન (SPCDF) ના ડિરેક્ટર તરીકે અશોક ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે.
કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે SPCDF ની સ્થાપના કરવામાં આવી છે. આ ફેડરેશનમાં ડિરેક્ટર તરીકે મહેસાણાના અગ્રણી સહકારી નેતા અશોક ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અશોક ચૌધરી હાલમાં અમૂલ ફેડરેશનમાં પણ ચેરમેન તરીકે કાર્યરત છે, જે તેમના સહકાર ક્ષેત્રના બહોળા અનુભવની પ્રતીતિ કરાવે છે.
આ નિમણૂકને પગલે મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતના સહકાર ક્ષેત્રમાં આનંદની લહેર ફરી વળી છે. સહકાર મંત્રાલયના આ નિર્ણયથી રાષ્ટ્રીય સ્તરે ડેરી ઉદ્યોગના નીતિ-નિયમો અને સંચાલનમાં મહેસાણાનું પ્રતિનિધિત્વ વધશે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
