News of Thursday, 26th November 2026
એશિયા પાવર ઇન્ડેક્સ ૨૦૨૬ એશિયામાં ભારતની શક્તિ, પ્રભાવ અને બદલાતું વૈશ્વિક સમીકરણ
એશિયા પાવર ઇન્ડેક્સ શું છે... ?, અહેવાલ કોણ તૈયાર કરે છે....?, એશિયા પાવર ઇન્ડેક્સની શરૂઆત કયારથી થઈ....?, અહેવાલમાં કેટલા દેશોનો સમાવેશ થાય છે....?, કયા માપદંડોના આધારે દેશોની શક્તિ નક્કી થાય છે....?, ભારતની સ્થિતિ ૨૦૧૪ થી ૨૦૨૬ સુધીની સફર, ભારતનું વર્ષવાર રેન્કિંગ અને સ્કોર, ભારતની સફરના મહત્ત્વપૂર્ણ તબક્કા, એશિયા પાવર ઇન્ડેક્સ ૨૦૨૬ તમામ ૨૭ દેશોનું રેન્કિંગ, ભારતની કઈ બાબતોમાં તાકાત અને કયા ક્ષેત્રમાં પડકાર છે....?, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ઉલ્લેખ, એશિયા પાવર ઇન્ડેક્સનો ઔપચારિક લોન્ચ કાર્યક્રમ આવતીકાલે ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરામાં યોજાશે એશિયા પાવર ઇન્ડેક્સમાં ભારતની સતત ત્રીજા વર્ષે ત્રીજા ક્રમે સ્થિતિ યથાવત્ : ૨૦૨૫માં મેજર પાવરનો દરજ્જો મેળવ્યા બાદ ૨૦૨૬માં પણ પ્રગતિ જાળવી

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : વિશ્વના રાજકીય અને આર્થિક સમીકરણોમાં એશિયાનું મહત્ત્વ સતત વધી રહ્યું છે. એક તરફ અમેરિકા અને ચીન વચ્ચે વૈશ્વિક પ્રભાવ માટે સ્પર્ધા ચાલી રહી છે, તો બીજી તરફ ભારત, જાપાન, રશિયા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયા જેવા દેશો પણ પ્રાદેશિક રાજકારણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આવા સમયે ઓસ્ટ્રેલિયાની જાણીતી સંશોધન સંસ્થા લોવી ઇન્સ્ટિટયૂટ દ્વારા તૈયાર કરવામાં આવતો એશિયા પાવર ઇન્ડેક્સ એશિયાના દેશોની શક્તિ અને આંતરરાષ્ટ્રીય પ્રભાવનું મૂલ્યાંકન કરતો મહત્ત્વપૂર્ણ વાર્ષિક અહેવાલ છે.
વર્ષ ૨૦૨૬ના અહેવાલમાં ભારતે ૨૭ દેશો અને પ્રદેશોમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે, ભારત નો કુલ પાવર સ્કોર ૪૦.૫ રહ્યો છે, અમેરિકા અને ચીન અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે. આ અહેવાલમાં માત્ર દેશોની આર્થિક સ્થિતિ જ નહીં, પરંતુ સૈન્ય તાકાત, રાજદ્વારી સંબંધો, આંતરરાષ્ટ્રીય પ્રભાવ, સંરક્ષણ સહયોગ અને ભવિષ્યની ક્ષમતાનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે.
એશિયા પાવર ઇન્ડેક્સ શું છે....?
એશિયા પાવર ઇન્ડેક્સ એ એશિયા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દેશોની સાપેક્ષ શક્તિ માપવા માટે તૈયાર કરવામાં આવતો આંતરરાષ્ટ્રીય સંશોધન અહેવાલ છે. તેનો મુખ્ય હેતુ ત્રણ બાબતો સમજવાનો છે. કયો દેશ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય બાબતોને કેટલો પ્રભાવિત કરી શકે છે...? દેશ પાસે આર્થિક, લશ્કરી અને રાજદ્વારી શક્તિ કેટલી છે...? ભવિષ્યમાં તેની શક્તિ અને પ્રભાવ વધવાની કેટલી ક્ષમતા છે...? આ ઇન્ડેક્સમાં દેશોની માત્ર સંપત્તિ કે સૈન્ય ખર્ચ ની સરખામણી થતી નથી. દેશ પાસે ઉપલબ્ધ સંસાધનો અને તે સંસાધનોનો આંતરરાષ્ટ્રીય પ્રભાવ ઊભો કરવા માટે કેટલો ઉપયોગ થાય છે તેનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે.
અહેવાલ કોણ તૈયાર કરે છે....?
Lowy Institute, મુખ્ય મથક : સિડની, ઓસ્ટ્રેલિયા. કાર્યક્ષેત્ર : આંતરરાષ્ટ્રીય સંબંધો, વિદેશનીતિ, સુરક્ષા, અર્થતંત્ર અને વૈશ્વિક રાજકારણનું સંશોધન. લોવી ઇન્સ્ટિટયૂટ એક સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય નીતિ સંશોધન સંસ્થા છે. તે સરકારનો સત્તાવાર રેન્કિંગ વિભાગ નથી , એશિયા પાવર ઇન્ડેક્સનું મૂળ સંશોધન અને પદ્ધતિ વર્ષ ૨૦૧૮માં હર્વે લેમિયુ (Hervé Lemahieu) દ્વારા વિકસાવવા માં આવી હતી. તેમણે ૨૦૨૨ સુધી આ પ્રોજેક્ટનું નેતળત્વ કર્યું હતું. ૨૦૨૬ના અહેવાલ સાથે સંકળાયેલા મુખ્ય સંશોધકો : ડૉ. હન્ટર માર્સ્ટન - પ્રોજેક્ટ લીડ. જેક સાતો - ડેટા એનાલિસ્ટ.
એશિયા પાવર ઇન્ડેક્સની શરૂઆત કયારથી થઈ....?
આ ઇન્ડેક્સની શરૂઆત વર્ષ ૨૦૧૮માં કરવામાં આવી હતી. તે સમયથી એશિયાના દેશોની શક્તિ અને પ્રભાવમાં થતા ફેરફારોને વર્ષ પ્રમાણે નોંધવામાં આવે છે.
૨૦૧૮ : પ્રથમ આવળત્તિ, ૨૦૧૯ : બીજી આવળત્તિ, ૨૦૨૦ : ત્રીજી આવળત્તિ, ૨૦૨૧: ચોથી આવળત્તિ, ૨૦૨૨ : આ શ્રેણીમાં અલગ વાર્ષિક અહેવાલ પ્રકાશિત થયો નહોતો, ૨૦૨૩ : પાંચમી આવળત્તિ, ૨૦૨૪ : છઠ્ઠી આવળત્તિ, ૨૦૨૫ : સાતમી આવળત્તિ, ૨૦૨૬ : આઠમી આવળત્તિ. આ રીતે આ ઇન્ડેક્સે ૨૦૧૮થી એશિયાના બદલાતા શક્તિ સંતુલનનો લાંબા ગાળાનો અભ્યાસ ઉપલબ્ધ કરાવ્યો છે.
અહેવાલમાં કેટલા દેશોનો સમાવેશ થાય છે....?
વર્ષ ૨૦૨૬ની આવળત્તિમાં કુલ ૨૭ દેશો અને પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દેશો એશિયા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ફેલાયેલા છે. પヘમિ તરફ પાકિસ્તાન, ઉત્તર તરફ રશિયા, પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયાના દેશો. પ્રશાંત મહાસાગર વિસ્તારમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને અમેરિકા, અહેવાલમાં અમેરિકા અને રશિયાનો પણ સમાવેશ થાય છે, કારણ કે એશિયાના શક્તિ સંતુલન પર તેમનો પ્રભાવ છે.
કયા માપદંડોના આધારે દેશોની શક્તિ નક્કી થાય છે....?
આ અહેવાલ ની સૌથી મહત્ત્વપૂર્ણ બાબત તેની મૂલ્યાંકન પદ્ધતિ છે. ૨૦૨૬ની આવળત્તિમાં કુલ ૧૩૧ સૂચકાંકો (Indicators), ૩૦ વિષય આધારિત પેટા માપદંડો અને ૮ મુખ્ય માપદંડો નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આઠ મુખ્ય માપદંડો : (૧) આર્થિક ક્ષમતા (Economic Capability) જીડીપી, આર્થિક કદ, ટેકનોલોજી, આંતરરાષ્ટ્રીય વેપાર અને નાણાકીય તાકાત વજન..૧૭.૫. %. (૨) સૈન્ય ક્ષમતા (Military Capability) સંરક્ષણ બજેટ, સૈન્ય દળો, હથિયારો, યુદ્ધ જહાજો, વિમાનો અને લશ્કરી તૈયારીઓ, વજન ૧૭.૫ %. (૩) સ્થિતિસ્થાપકતા (Resilience) આંતરિક સ્થિરતા, ઊર્જા સુરક્ષા, રાજકીય સ્થિરતા અને બાહ્ય જોખમો સામે ટકી રહેવાની ક્ષમતા, વજન ૧૦%. (૪) ભવિષ્યનાં સંસાધનો (Future Resources) ભવિષ્યની આર્થિક શક્તિ, વસ્તી, યુવા કાર્યબળ અને સંરક્ષણ ક્ષમતાની સંભાવના, વજન ૧૦%. (૫) આર્થિક સંબંધો (Economic Relationships) વેપાર, રોકાણ, આર્થિક ભાગીદારી અને અન્ય દેશો પરનો આર્થિક પ્રભાવ, વજન ૧૫%. (૬) સંરક્ષણ નેટવર્ક (Defence Networks) લશ્કરી કરારો, સંયુક્ત કવાયત, સંરક્ષણ ભાગીદારી અને હથિયારોની આપ-લે, વજન ૧૦%. (૭) રાજદ્વારી પ્રભાવ (Diplomatic Influence) વિદેશી સંબંધો, આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં ભાગીદારી અને વૈશ્વિક મંચ પર પ્રભાવ, વજન ૧૦%. (૮) સાંસ્કળતિક પ્રભાવ (Cultural Influence) સંસ્કળતિ, શિક્ષણ, મીડિયા, લોકો વચ્ચેના સંબંધો અને આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા, વજન ૧૦%.
કુલ વજન...૧૦૦%. મહત્ત્વપૂર્ણ સમજણ આઠ માપદંડોનું વજન અલગ-અલગ છે , ઉદાહરણ તરીકે, આર્થિક અને સૈન્ય ક્ષમતાને ૧૭.૫-૧૭.૫ ટકા વજન આપવામાં આવ્યું છે. દરેક માપદંડના પેટા માપદંડો અને સૂચકાંકોના આધારે અંતિમ સ્કોર તૈયાર થાય છે. આ સ્કોર ૧૦૦માંથી હોય છે, પરંતુ તેને દેશની શક્તિનું સીધું ટકાવારી પ્રમાણ સમજવું નહીં.
ભારતની સ્થિતિ : ૨૦૧૪ થી ૨૦૨૬ સુધીની સફર
ભારતની સ્થિતિ સમજવા માટે એક મહત્ત્વપૂર્ણ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. એશિયા પાવર ઇન્ડેક્સની શરૂઆત ૨૦૧૮માં થઈ હતી. તેથી ૨૦૧૪ થી ૨૦૧૭ સુધી આ ઇન્ડેક્સમાં ભારતનું સત્તાવાર રેન્કિંગ ઉપલબ્ધ નથી. પરંતુ ૨૦૧૮થી અત્યાર સુધી ભારતની સ્થિતિની સરખામણી કરી શકાય છે. એશિયા પાવર ઇન્ડેક્સમાં ભારતની સફરની વાત કરીએ તો વર્ષ ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૧૭ માટે ભારતનું રેન્કિંગ ઉપલબ્ધ નથી, કારણ કે આ ઇન્ડેક્સની શરૂઆત વર્ષ ૨૦૧૮માં થઈ હતી. વર્ષ ૨૦૧૮માં પ્રથમ આવળત્તિમાં ભારતે ૪૧.૫ પોઇન્ટ સાથે ચોથું સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૧૯માં પણ ભારત ચોથા ક્રમે રહ્યું હતું. જોકે તેનો સ્કોર ઘટીને ૪૧.૦ થયો હતો. વર્ષ ૨૦૨૦માં ભારતનો સ્કોર વધુ ઘટીને ૩૯.૭ અને વર્ષ ૨૦૨૧માં ૩૭.૭ થયો હતો. તેમ છતાં ભારતે ચોથું સ્થાન જાળવી રાખ્યું હતું.
વર્ષ ૨૦૨૨માં અલગ વાર્ષિક આવળત્તિ પ્રકાશિત કરવામાં આવી નહોતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૩માં ભારતે ૩૬.૩ પોઇન્ટ સાથે ચોથું સ્થાન જાળવી રાખ્યું હતું. વર્ષ ૨૦૨૪ ભારત માટે મહત્ત્વપૂર્ણ સાબિત થયું હતું, કારણ કે ભારતે ૩૯.૧ પોઇન્ટ મેળવીને જાપાનને પાછળ છોડ્યું અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વર્ષ ૨૦૨૫માં ભારતનો સ્કોર વધીને ૪૦.૦ થયો હતો અને વર્ષ ૨૦૨૬માં વધુ સુધારા સાથે ૪૦.૫ પોઇન્ટ નોંધાયા હતા. આમ, વર્ષ ૨૦૨૪થી સતત ત્રણ વર્ષ સુધી ભારત એશિયા પાવર ઇન્ડેક્સમાં ત્રીજા સ્થાને રહ્યું છે.
ભારતની સફરના મહત્ત્વપૂર્ણ તબક્કા : ૨૦૧૪ થી ૨૦૧૭ : ઇન્ડેક્સ પહેલાંનો સમય
આ સમયગાળામાં ભારતની આર્થિક, લશ્કરી અને રાજદ્વારી ક્ષમતામાં થયેલા ફેરફારોનું આ ઇન્ડેક્સ દ્વારા રેન્કિંગ કરવામાં આવ્યું નહોતું. તેથી આ વર્ષો માટે કોઈ સત્તાવાર ક્રમ આપવો યોગ્ય નથી.
૨૦૧૮ : પ્રથમ ઇન્ડેક્સમાં ભારત ચોથા ક્રમે, પ્રથમ આવળત્તિમાં ભારત નો સ્કોર ૪૧.૫ હતો. અમેરિકા, ચીન અને જાપાન પછી ભારતનું સ્થાન હતું.
૨૦૧૯ : ચોથું સ્થાન જાળવ્યું. ભારતનો સ્કોર ૪૧.૦ રહ્યો. જાપાન ત્રીજા સ્થાને રહ્યું.
૨૦૨૦ : કોરોના મહામારીની અસર. ભારતનો સ્કોર ઘટીને ૩૯.૭ થયો. ૪૦ પોઇન્ટની મેજર પાવર શ્રેણીથી ભારત થોડું નીચે આવ્યું.
૨૦૨૧ : સ્કોરમાં વધુ ઘટાડો. ભારતનો સ્કોર ૩૭.૭ થયો અને ચોથું સ્થાન જાળવ્યું.
૨૦૨૨ : અલગ વાર્ષિક અહેવાલ પ્રકાશિત થયો નહીં. ત્યારબાદ ૨૦૨૩ની આવળત્તિમાં ૨૦૨૨ સુધીના પાંચ વર્ષના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું.
૨૦૨૩ : ભારત ચોથા સ્થાને. ભારતનો સ્કોર ૩૬.૩ હતો. જાપાન ત્રીજા સ્થાને રહ્યું.
૨૦૨૪ : ભારતે જાપાનને પાછળ છોડ્યું. ભારતનો સ્કોર ૩૯.૧ થયો અને પ્રથમ વખત ઇન્ડેક્સના ઇતિહાસમાં ભારત જાપાનને પાછળ રાખીને ત્રીજા સ્થાને પહોંચ્યું.
૨૦૨૫ : મેજર પાવરનો દરજ્જો. ભારતનો સ્કોર ૪૦.૦ થયો. ૪૦ પોઇન્ટની મર્યાદા પાર કરતાં ભારત મેજર પાવર શ્રેણીમાં સામેલ થયું.
૨૦૨૬ : ત્રીજું સ્થાન યથાવત્. ભારતનો સ્કોર વધીને ૪૦.૫ થયો છે. આમ, ૨૦૨૪થી સતત ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે.
એશિયા પાવર ઇન્ડેક્સ ૨૦૨૬ : તમામ ૨૭ દેશોનું રેન્કિંગ
એશિયા પાવર ઇન્ડેક્સ ૨૦૨૬ની યાદીમાં પ્રથમ ક્રમે અમેરિકાએ ૭૮.૯ પોઇન્ટ સાથે સ્થાન મેળવ્યું છે, જ્યારે બીજા ક્રમે ચીનનો સ્કોર ૭૩.૬ રહ્યો છે. ત્રીજા ક્રમે ભારતે ૪૦.૫ પોઇન્ટ મેળવ્યા છે. ત્યારબાદ ચોથા ક્રમે જાપાન ૩૮.૬ પોઇન્ટ સાથે, પાંચમા ક્રમે રશિયા ૩૨.૨ પોઇન્ટ સાથે, છઠ્ઠા ક્રમે ઓસ્ટ્રેલિયા ૩૧.૭ પોઇન્ટ સાથે અને સાતમા ક્રમે દક્ષિણ કોરિયા ૩૧.૦ પોઇન્ટ સાથે સ્થાન ધરાવે છે.
આગળ આઠમા ક્રમે સિંગાપોરે ૨૬.૯ પોઇન્ટ મેળવ્યા છે, જ્યારે નવમા ક્રમે ઇન્ડોનેશિયા ૨૧.૭ પોઇન્ટ સાથે અને દસમા ક્રમે મલેશિયા ૨૦.૫ પોઇન્ટ સાથે છે. અગિયારમા ક્રમે થાઇલેન્ડ અને બારમા ક્રમે વિયેતનામે ૨૦.૦-૨૦.૦ પોઇન્ટ મેળવ્યા છે. તે ઉપરાંત તેરમા ક્રમે ન્યૂઝીલેન્ડ ૧૬.૫ પોઇન્ટ સાથે અને ચૌદમા ક્રમે તાઇવાન ૧૬.૩ પોઇન્ટ સાથે સ્થાન ધરાવે છે.
૧૬ મા ક્રમે પાકિસ્તાને ૧૫.૦ પોઇન્ટ મેળવ્યા છે, જ્યારે ૧૭ મા ક્રમે ઉત્તર કોરિયા ૧૩.૦ પોઇન્ટ સાથે સ્થાન ધરાવે છે. ત્યારબાદ ૧૮મા ક્રમે બ્રુનેઇએ ૧૦.૫ પોઇન્ટ, ૧૯મા ક્રમે કંબોડિયાએ ૯.૪ પોઇન્ટ અને ૨૦મા ક્રમે બાંગ્લાદેશે ૮.૯ પોઇન્ટ મેળવ્યા છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
