<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

ઉમરાણ ગામમાં લગ્નમાં પ્રેમીને અન્ય છોકરી સાથે નાચતો જોઈ પ્રેમિકાએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ

મરનારના મોબાઈલમા જોતા તેમાં મરનારે ગળે ફાસો ખાતી વખતે વિડીઓ રેકોર્ડીંગ ચાલુ કરતા પહેલા પોતાના ઘરમાં લાકડાની વળી સાથે ઓઢણી બાંધી ઓઢણી વડે પોતાની જાતે ગળે ફાસો ખાધો હોવાનો વીડિયો જોવા મળ્યો

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લના દેડિયાપાડા તાલુકાના ઉમરાણ ગામમાં યુવતીએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.
     મુરીબેન મનુભાઇ વરસિયાભાઇ વસાવા ( રહે.ઉમરાણ નિશાળ ફળીયુ તા.ચિકદા જી.નર્મદા) નાઓની દિકરી મરનાર રાધિકાબેન ડો/ઓફ મનુભાઇ વરસિયાભાઇ વસાવા (ઉ.વ.આ રર )નાઓ તા.૧૮/૦૫/૨૦૨૬ ના રોજ રાતના અગીયારેક વાગે ગામમાં લગ્ન પ્રસંગમાં ગયેલ અને તા.૧૯/૦૫/૨૦૨૬ ના રોજ રાતના સાડા બારેક વાગે મરનારનો પ્રેમી પંકજભાઈ બીજી કોઈ છોકરી સાથે લગ્નમાં નાચતો હોવાથી મરનારને મનમાં લાગી આવતા લગ્નમાંથી પરત આવતી રહેલ અને પોતાની માતા સાથે ઉંઘી રહેલ ત્યારબાદ  મરનારને રાતના આશરે એકાદ વાગ્યાના અરસામાં ખુબ તરસ લાગતા ઘરમાં પાણી પીવા માટે જાવ છું તથા પહેરેલ કપડા પણ બદલતી આવુ તેમ કહી ઘરમાં જઈ ઘરની લાઈટો ચાલુ કરેલ અને ઘરના આંગણામાં ખાટલામાં બેસી રહેલ હતી તે વખતે મરનાર આશરે અડધો કલાક સુધી ઘરની બહાર આવેલ નહી કે, ઘરની લાઈટો પણ બંધ કરતી ન હોવાથી માતા ખાટલા માંથી ઉઠીને ઘરમાં જોવા સારૂ જતા મરનાર જે રૂમમાં કપડા બદલતી હતી તે રૂમનો દરવાજો ખોલી જોતા મરનાર પોતાના ઘરનાં માળાની લાકડાની વળી સાથે ઓઢણી બાંધી ઓઢણી વડે પોતાની જાતે ગળે ફાંસો ખાધેલ હાલતમાં લટકેલ મળી આવતા ઘરમાં આજુ બાજુમાં તપાસ કરતા તેનો મોબાઈલ ફોન મળી આવતા મોબાઈલ ફોન ખોલી જોતા તેમાં મરનારે ગળે ફાસો ખાતી વખતે વિડીઓ રેકોર્ડીંગ ચાલુ કરતા પહેલા પોતાના ઘરમાં લાકડાની વળી સાથે ઓઢણી બાંધી ઓઢણી વડે પોતાની જાતે ગળે ફાસો ખાય લેતાનો વિડીઓ બધાએ જોયેલ દેડિયાપાડા પોલીસે નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:32 PM IST)