<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

નૂતન વર્ષના પ્રારંભે ગુજરાતભરના વિવિધ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ

નવા વર્ષની શરૂઆત ભગવાન અને માતાજીનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો મંદિરોમાં ઉમટી પડ્યા

અમદાવાદ : હિન્દુ નૂતન વર્ષના પ્રારંભે ગુજરાતભરના વિવિધ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. નવા વર્ષની શરૂઆત ભગવાન અને માતાજીનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો મંદિરોમાં ઉમટી પડ્યા હતા. શક્તિપીઠ અંબાજી મંદિરમાં પણ બેસતા વર્ષના દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. 

 આજે વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સમગ્ર મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. નૂતન વર્ષ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટો અને સુંદર ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. મંદિરની આકર્ષક સજાવટ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

(6:07 PM IST)