News of Saturday, 21st November 2026
ચાતુર્માસના અંતે પ્રબોધિની એકાદશીએ શાહીબાગ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય શાકોત્સવની ઉજવણી : ભગવાન સમક્ષ સેંકડો શાકભાજી અને ફળોની હાટડી સજાવાઈ
૨૧ નવેમ્બર, ૨૦૨૬ના પવિત્ર દિવસે પરમાત્મા પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા યોજાયેલા ઉત્સવમાં સેંકડો હરિભક્તો ઉમટ્યા : કલાત્મક રીતે અર્પણ કરાયેલા વિવિધ શાકભાજી અને ફળોના દર્શન સાથે સાંજની વિશિષ્ટ આરતીનો ભાવિકોએ લાભ લીધો

અમદાવાદ: પ્રબોધિની એકાદશીના પવિત્ર અવસરે શનિવાર, ૨૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ અમદાવાદના શાહીબાગ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાતુર્માસના અંતે ઉજવાયેલા આ ઉત્સવ દરમિયાન મંદિરમાં ભગવાન સમક્ષ સેંકડો પ્રકારના શાકભાજી અને ફળોની ભવ્ય હાટડી સજાવવામાં આવી હતી. પૃથ્વીને વિવિધ ફળો અને શાકભાજીથી સમૃદ્ધ કરીને સમગ્ર માનવજાત પર કૃપા વરસાવનાર પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે તમામ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરોમાં આ ઉત્સવ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.
હરિભક્તોએ કલાત્મક હાટડીના દર્શન કર્યા:
આજના પાવન પર્વે સેંકડો હરિભક્તો અને ભાવિકો મંદિરમાં ઉમટી પડ્યા હતા. ભગવાન સમક્ષ કલાત્મક રીતે ધરાવવામાં આવેલા વિવિધ શાકભાજી અને ફળોની હાટડીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ સાથે સાંજના સમયે યોજાયેલી વિશિષ્ટ આરતીનો પણ મોટી સંખ્યામાં હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક લાભ લીધો હતો.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
