તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th August 2026
ખંભાતના શકરપુરમાં તળાવે ત્રણ માસૂમ બહેનોને ભરખી લીધી: એક જ પરિવારની ત્રણ દીકરીઓના કરુણ મોતથી ગામ શોકમાં ડૂબ્યું સમગ્ર પંથક
ખેતમજૂર પિતાની પ્રિયા, ઈશા અને રીના સાંજે સીમમાં ગઈ અને પાછી ન ફરી: ત્રણેયના મૃતદેહ મળતાં હાહાકાર મચ્યો ગામભરમાં શોક

આણંદ: જિલ્લાના ખંભાત તાલુકાના શકરપુર ગામમાં રવિવારે સાંજે હૃદયદ્રાવક દુર્ઘટનામાં એક જ પરિવારની ત્રણ સગીર દીકરીઓ તળાવમાં ડૂબી જતાં મૃત્યુ પામી હતી.
મળતી વિગતો મુજબ શકરપુરમાં રહેતા અશ્વિન બારૈયા ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની દીકરીઓ પ્રિયા, ઉંમર ૧૩ વર્ષ, ઈશા, ઉંમર ૧૧ વર્ષ અને રીના, ઉંમર ૮ વર્ષ, સાંજના સમયે ગામની સીમ તરફ ગઈ હતી.
દરમિયાન કોઈ કારણસર ત્રણેય તળાવના પાણીમાં પડી ગઈ અને ડૂબી ગઈ. બનાવની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા. ત્યારબાદ દીકરીઓને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં ફરજ પરના તબીબે ત્રણેયને મૃત જાહેર કરી હતી.
એકસાથે ત્રણ દીકરીઓ ગુમાવતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર શકરપુર ગામમાં ભારે શોક છવાયો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી બનાવ કેવી રીતે બન્યો તેની વધુ તપાસ હાથ ધરી છે.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
