તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th October 2026
ગુજરાત રાજ્યમાં ફરી બદલાયું વાતાવરણ : વાલાસણ વાડી, ઉપલેટા અને ગીર ગઢડામાં કમોસમી માવઠુ : જુઓ વિડીયો
અરણી સહિત અનેક ગામોમાં વરસાદી છાંટા : ખેડૂતોમાં ચિંતાનો માહોલ : એક જ દિવસમાં ત્રણ ઋતુ નો અનુભવ

(ચંદ્રેશ હિરાણી દ્વારા) મોટી પાનેલી તા.૩૦રાજ્યમાં ચોમાસાએ વિદાય લીધા બાદ પણ વરસાદ પીછો છોડવાનું નામ નથી લઈ રહ્યો. આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યાં હતા.એક જ દિવસમાં ત્રણ ઋતુ નો અનુભવ થઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વાલાસણ વાડી વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું, જ્યારે રાજકોટના ઉપલેટા તાલુકાના અરણી ગામમાં પણ કમોસમી છાંટા છૂટી શરૂ થઈ હતી.
આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા પંથકમાં પણ માવઠું થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે.
અચાનક આવેલા આ માવઠાના કારણે ખેતરમાં પડેલા મગફળી, કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
