News of Monday, 21st September 2026
સુરતના મોટા વરાછામાં કાર ભાડે ન આપવાના મુદ્દે હુમલો અને ગાડીમાં આગ ચાંપી
કાર સળગાવ્યા બાદ ધમકી પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ: ઉત્રાણ પોલીસે દીપ ડોબરિયા સહિતના શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સુરતના મોટા વરાછામાં કાર ભાડે ન આપવાના મુદ્દે હુમલો અને કાર સળગાવ્યાની ઘટના સામે આવી છે. આરોપીએ રસ્તો રોકી ગાળો આપી ફરિયાદી સાથે મારામારી કરી હતી. હુમલા બાદ આરોપીએ ફરિયાદીના મિત્રની ગાડીમાં આગ ચાંપી હતી. કાર સળગાવ્યા બાદ ધમકી પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. ઘટનાને લઈને ઉત્રાણ પોલીસે દીપ ડોબરિયા સહિતના શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓની ભૂમિકા અંગે તપાસ શરૂ કરી છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
