તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
નડિયાદમાં પૂર્વ કોર્પોરેટર પર હિંચકારો હુમલા મામલે પાલિકાના કર્મચારી સહિતના હુમલાખોરોની ધરપકડ
પૂર્વ કોર્પોરેટર તૃપ્તિબેન અને તેમના દીકરા રૂપીતને તેમના જ પડોશી નિતિન પ્રજાપતિ, કશ્યપ પ્રજાપતિ અને કિશોર વરિયાએ ઘાતક શસ્ત્રો વડે ઢોર માર મારીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા.

નડિયાદમાં પૂર્વ કોર્પોરેટર અને તેમના પરિવારજનો સાથે પ્રિ મોન્સુનની કામગીરી દરમિયાન ઝાડ કાપવાની બાબતે પડોશીઓએ મારામારી કરીને ગંભીર ઈજા પહોચાડી હતી. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ વાઘેશ્વરી સોસાયટીમાં રહેતા તૃપ્તિબેન અને તેમના દીકરા રૂપીતને તેમના જ પડોશી નિતિન પ્રજાપતિ, કશ્યપ પ્રજાપતિ અને કિશોર વરિયાએ ઘાતક શસ્ત્રો વડે ઢોર માર મારીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. આરોપીઓએ પૂર્વ કાઉન્સિલરને માથાના ભાગે ઘા મારતા ગંભીર ઇજા કરી હતી.
આ ઝઘડામાં તૃપ્તિબેન અને તેમના દીકરા રૂપીતના માથા પર ધારિયાના ઘા ઝીંકવામાં આવતા બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી. આરોપી નીતિન પ્રજાપતિ અને કશ્યપ પ્રજાપતિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ પીડિતે લગાવ્યો છે. જો કે, પોલીસે સમગ્ર મામલે, કશ્યપ પ્રજાપતિ અને તેમના સંબંધી કિશોર વરિયાની બીએનએસની કલમ, 115, 118-1, 54, 151-2, 351-2 અને 352 હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે. જો કે એવી વિગતો પણ સામે આવી છે કે, પૂર્વ કાઉન્સિલર પર હુમલો કરવાના કેસમાં નડિયાદ નગરપાલિકાના ચૂંટણી શાખાનો કર્મચારી કિશોર પ્રજાપતિ (કિશોર વરિયા) સામેલ હતો. પોલીસે જીનલ પ્રજાપતિની પણ તૃપ્તિબેન અને તેમના દીકરા રૂપીત સામે ફરિયાદ નોંધી છે.
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
