News of Friday, 27th November 2026
પાલનપુરના ભાગળ ગામે અથડામણ બાદ તંત્ર એક્શનમાં :આરોપીઓના દબાણો દૂર કરવાની કાર્યવાહી
ઠાકોર વાસમાં હુમલો કરનારા આરોપીઓના દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ :

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભાગળ ગામે અથડામણની ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ગામમાં અસામાજિક તત્વોના દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ઠાકોર વાસમાં હુમલો કરનારા આરોપીઓના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાગળ ગામમાં છેલ્લા એક મહિનામાં સતત ત્રીજીવાર અથડામણની ઘટના સામે આવી છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે પોલીસની સાથે હવે વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
