તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
સુરતમાં પેટ્રોલ અને ડીઝલ બાદ CNGના ભાવમાં પણ વધારો થતાં ઓટો રિક્ષા ચાલકોમાં ભારે રોષ
સતત વધી રહેલા ઇંધણના ભાવથી રિક્ષા ચાલકોનું બજેટ ખોરવાઈ ગયું

સુરતમાં પેટ્રોલ અને ડીઝલ બાદ હવે CNGના ભાવમાં પણ વધારો થતાં ઓટો રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયા 75 પૈસાનો વધારો કરવામાં આવતા હાલનો ભાવ 83 રૂપિયા 01 પૈસા પહોંચ્યો છે. સતત વધી રહેલા ઇંધણના ભાવથી રિક્ષા ચાલકોનું બજેટ ખોરવાઈ ગયું હોવાનું તેઓ જણાવી રહ્યા છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે CNGના ભાવ સતત વધી રહ્યા છે, પરંતુ ભાડામાં એક રૂપિયાનો પણ વધારો કરવામાં આવ્યો નથી. સીએનજી પંપ પર ચાલકોએ સરકાર સમક્ષ ભાવ ઘટાડવાની માંગ ઉઠાવી છે. વધતા ખર્ચથી દૈનિક આવક પર સીધી અસર પડી રહી છે.
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
