તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
રાજ્યમાં સરેરાશ 810 મી.મી .વરસાદ : સિઝનનો 89 ટકા વરસાદ નોંધાયો :દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અને ઉત્તર ગુજરાતમાં ઓછો : જુઓ સંપૂર્ણ સૂચિ
જાણો રાજ્યના ઝોન વાઈઝ વરસાદના આંકડા અને જળાશયોની લેટેસ્ટ સ્થિતિ

અમદાવાદ : ચાલુ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 810 મિલીમીટર (મી.મી.) વરસાદ નોંધાયો છે, જે રાજ્યના કુલ વાર્ષિક સરેરાશ વરસાદના આશરે 89 ટકા જેટલો થાય છે. ભાદરવા મહિનાના તાપ અને ઉકળાટ વચ્ચે પણ રાજ્યના વિવિધ તાલુકાઓમાં વરસાદી ઝાપટાં ચાલુ રહેતા આ આંકડો નોંધાયો છે
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મેઘમહેર થઈ છે, જ્યાં સરેરાશ કરતાં વધુ એટલે કે 114 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.પૂર્વ-મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં 89 ટકા વરસાદ થયો છે. ચોમાસાની આ સિઝનમાં સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 71.25 ટકા વરસાદ નોંધાયો છે.ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સરેરાશ 71 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સૌથી ઓછો વરસાદ કચ્છ ઝોનમાં માત્ર 57.60 ટકા જેટલો જ નોંધાયો છે હવે વિદાયની દિશામાં આગળ વધી રહ્યું હોવા છતાં, રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં ચાલુ છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
